Home ગુજરાત ઉત્તર ગુજરાત બોટાદ જીલ્લામાં કાળુભાર ડેમમાં નવા નીર આવતા ડેમનું લેવલમાં 1.25 મીટરનો વધારો

બોટાદ જીલ્લામાં કાળુભાર ડેમમાં નવા નીર આવતા ડેમનું લેવલમાં 1.25 મીટરનો વધારો

18
0

(જી.એન.એસ) તા. 11

બોટાદ,

બોટાદ જિલ્લાના લોકો માટે, ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે કે, કાળુભાર ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. ગઢાળી ગામે કાળુભાર ડેમમાં પાણીની આવક થતાં નવા નીર આવ્યા છે.  ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ગુજરાતમાં બોટાદ જીલ્લામાં કાળુભાર ડેમનું લેવલ અગાઉ 55.90 મીટર હતું, જે હવે 57.15 મીટર થયું છે અને આવનાર સમયમાં હજી પણ ચોક્કસપણે વધારો થશે જ. વરસાદના કારણે નવા નીર આવતા ડેમમાં પાણીના લેવલમાં 1.25 મીટરનો વધારો થયો છે. કાળુભાર ડેમ નીચે 14 જેટલા ગામોને સિંચાઈના પાણીનો લાભ મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખેતી નિયામકની કચેરીએ દિવેલા પાકોમાં રોગ અને જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી સમયે લેવાના કેટલાક પગલાંઓ જાહેર કર્યા
Next articleગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાના ‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ