Home અન્ય રાજ્ય ભારત-ચીન સરહદ પર તૈનાત આઈટીબીપીના જવાનોએ ચીનથી દાણચોરી કરીને લાવવામાં આવેલા 108...

ભારત-ચીન સરહદ પર તૈનાત આઈટીબીપીના જવાનોએ ચીનથી દાણચોરી કરીને લાવવામાં આવેલા 108 કિલો સોનાના બાર જપ્ત કર્યા 

49
0

(જી.એન.એસ) તા. 11

લદ્દાખ,

ભારતીય સેનાને લદ્દાખમાં ભારત – ચીન સરહદ ઉપર મોટી સફળતા હાથ લાગી છે જેમાં સરહદ પર તૈનાત ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના જવાનોએ (આઈટીબીપી) ચીનથી દાણચોરી કરીને લાવવામાં આવેલા 108 કિલો સોનાના બાર જપ્ત કર્યા છે.વધુમાં દાણચોરી કરીને લઈ જતા ત્રણ વ્યક્તિઓની પણ અહી સેનાના જવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા દાણચોરોની ઓળખ તેનઝીન તારગી (40) અને ત્સેરિંગ ચંબા (69) તરીકે થઈ છે, મળતી માહિતી અનુસાર આ બે ગુનેગારો ન્યોમાના રહેવાસી છે. આઈટીબીપી દ્વારા તેના ઈતિહાસમાં રિકવર કરવામાં આવેલ સોનાનો આ સૌથી મોટો જથ્થો હતો. જપ્ત કરાયેલું સોનું કસ્ટમ વિભાગને સોંપવામાં આવશે.

પેટ્રોલિંગ કરતી આ ટીમ દ્વારા બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.બે દાણચોરો પાસેથી સોના ઉપરાંત કેટલીક ચાઈનીઝ ખાદ્ય સામગ્રી પણ મળી આવી હતી, વધુમાં તેમના પાસેથી બે મોબાઈલ ફોન, એક બાયનોક્યુલર, એક ટોર્ચ અને અન્ય કેટલાક ગેજેટ્સ પણ મળી આવ્યા હતા.

આ સમગ્ર ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, પેટ્રોલિંગ ટીમને સરહદથી માત્ર એક કિલોમીટર દૂર શ્રીરાપાલ વિસ્તારમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવી હતી.આ બે શંકાસ્પદ વ્યક્તિઓને સેનાના જવાનો દ્વારા રોકવામાં આવી હતી.રોકવા માટે કહેવાનું આવતા ઓ સરહદ તરફ ભાગવા લાગ્યા. આઈટીબીપી ની જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન તેમને પકડી લીધા અને તેમના તંબુઓની પણ પૂર્ણ પ્રકારે તપાસ કરવામાં આવી હતી, જ્યાંથી 84 કરોડ રૂપિયાની કિંમતના એક કિલો 108 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આમ આ રીતે ભારતીય સેનાને આ મોટી સફળતા હાથ લાગી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજુલાઇ મહિનામાં 2 ગ્રહોના રાશી પરિવર્તનથી 5 રાશિના લોકોને મળશે વધુ લાભ
Next articleજમીનના ગેરકાયદે વેચાણના કેસમાં: યપિની યોગી સરકારે SDM સહિત પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા