Home મનોરંજન - Entertainment યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી

92
0

(જી.એન.એસ) તા. 10

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓમાં ફરી એક વાર વધારો થયો છે. પાર્ટીમાં સાપના ઝેરના કેસમાં ઈડી એ એલ્વિશ યાદવને નવેસરથી એક સમન્સ મોકલ્યું છે. ઈડી એ એલ્વિશને નવેસરથી સમન્સ મોકલ્યું છે અને તેને 23 જુલાઈએ પૂછપરછ માટે લખનઉ બોલાવ્યો છે. થોડા દિવસ પહેલા પણ ઈડી એ એલ્વિશ યાદવને નોટિસ આપીને 8 મી જુલાઈએ બોલાવ્યો હતો, પરંતુ એલ્વિશે તે વિદેશમાં હોવાનું કહીને થોડા દિવસનો સમય માંગ્યો હતો. જેના પર ઈડી એ હવે 23 મી જુલાઈએ હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે. મે મહિનામાં, એવું જાણવા મળ્યું હતું કે ઈડી એ એલ્વિશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. આ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે ઈડી દ્વારા  એલ્વિશની માલિકીની મોંઘી કારોના કાફલાની પણ તપાસ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, એલ્વિશ સામે મોટી કાર્યવાહી થઈ શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એલ્વિશ યાદવની સાથે, ઈડી મોટી હોટેલ્સ, રિસોર્ટ અને ફાર્મ હાઉસના માલિકોની પણ પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે એલ્વિશ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરી હતી. હાલ તે જામીન પર બહાર છે. ઈડી એ એલ્વિશ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુંબઈ BMW હિટ એન્ડ રન કેસ: મુખ્ય આરોપી મિહિર શાહને સ્થાનિક અદાલતે 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો
Next articleઅમદાવાદના એલિસબ્રિજ જીમખાના નજીક રૂપિયા 65 લાખની લૂંટ