Home ગુજરાત ઉત્તર ગુજરાત ઊંઝા એપીએમસીમાં ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે ચુંટણીની તારીખો

ઊંઝા એપીએમસીમાં ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે ચુંટણીની તારીખો

22
0

(જી.એન.એસ) તા. 10

અમદાવાદ/ઊંઝા,

ઊંઝા એપીએમસીના પાંચ ડિરેક્ટરો દ્વારા વહીવટમાં ચાલુ રહેવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવતા વર્તમાન ડિરેકટરોનું સત્તા પર રહેવાનું કોઈ પણ પ્રકારે શક્ય નથી. મહત્વની વાત તો તે છે કે, ઊંઝા એપીએમસીની વર્તમાન બોડીની ચૂંટણીની મુદત પૂર્ણ થઈ ગઈ છે. અને નવી જો ચૂંટણી ના થાય ત્યાં સુધી વહીવટમાં ચાલુ રહેવા માટે એપીએમસીના 5 ડિરકટોરોએ હાઈકોર્ટીમાં પિટિશન દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી.

મહત્વનું છે કે ઊંઝા એપીએમસીની 20 જૂનના રોજ મુદત પૂર્ણ થઈ ગઈ છે. અને કોઈ નવા ડિરેક્ટરોની નિમણૂંક થઈ નથી. ત્યારે એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ સહિત 5 ડિરેક્ટરોએ રજૂઆત કરી કે સરકાર ટૂંક સમયમાં ચૂંટણી કરવાની હોવાથી તેમને વહીવટમાં ચાલુ રાખવામાં આવે. મુદત પૂર્ણ થતા એપીએમસીના જૂના વહીવટદારોએ એક્સટેન્શન માગ્યુ હતું. જો કે એપીએમસીમાં 15 પૈકી 5 ડિરેક્ટરે એક્સટેન્શન માગ્યું હોવાથી હાઈકોર્ટ તેમની અરજી ફગાવી.

ગુજરાત હાઈકોર્ટે 5 ડિરેક્ટરોની વહીવટમાં વધુ રહી સત્તા ભોગવવાના સપના પર પાણી ફેરવ્યું છે. જો કે ટૂંક સમયમાં ઊંઝા એપીએમસી અંગે નિર્ણય લેવાશે. સરકાર ટૂંક સમયમાં ચૂંટણી જાહેર કરી વહીવટદારની કરી શકે છે નિમણૂક.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતની ટીમમાં બોલિંગ કોચ તરીકે ઝહીર ખાન, વિનય કુમાર અને લક્ષ્મીપતિ બાલાજીનું નામ રેસમાં
Next articleઅરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના