(જી.એન.એસ),તા.9
મુંબઈ,
વિરાટ કોહલી હાલમાં લંડનમાં છે, તે ટી20 વર્લ્ડકપની જીતનો જશ્ન મનાવ્યા બાદ મોડી રાત્રે લંડન જવા માટે રવાના થયો હતો કારણ કે, વિરાટ કોહલીની પત્ની અને બાળકો લંડનમાં છે. ભારતમાં તેની બેંગલુરુ સ્થિત રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે, પોલિસે શું કાર્યવાહી કરી છે. વિરાટ કોહલીની બેંગ્લુરુ સ્થિત રેસ્ટોરન્ટ વિશે કાર્યવાહીની જાણકારી શહેરના DCP સેન્ટ્રેલે આપી છે. એક સમાચાર એજન્સીને DCP સેન્ટ્રેલે ટાંકીને જણાવ્યું કે, તેમણે બેંગ્લુરુના 3-4 પબ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેના વિરુદ્ધ ફરિયાદ મળી હતી તે રાત્રે મોડી રાત સુધી ખુલ્લી રહે છે. તેમજ જોરશોરથી મ્યુઝિકના અવાજ વગાડવાની પણ ફરિયાદ સામે આવી હતી. શહેરમાં પબ ખુલ્લો રહેવાનો સમય માત્ર રાત્ર 1 કલાક સુધીનો છે.
વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ અને પબની ચેન One8 Communeના નામે દેશના અનેક શહેરોમાં છે. બેંગ્લુરુ અને મુંબઈ સિવાય ગત્ત વર્ષ વિરાટે ગુરુગ્રામમાં પણ એક રેસ્ટોરન્ટ આ નામથી ખોલી છે. વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ One8 Communeની શાખા દિલ્હી, મુંબઈ,પુણે અને કોલકાતામાં પણ છે. વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ સાથે 4 જુલાઈના રોજ દિલ્હી પહોંચ્યો હતો. ત્યારબાદ આખો દિવસ ટી20 વર્લ્ડકપની ઉજવણી કરી, મુંબઈથી વિદેશ જવા રવાના થયો છે. દિલ્હીમાં વિરાટ કોહલીએ તેના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ આખી ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો અને મુંબઈમાં વિકટ્રી પરેડમાં જવા ટીમ નીકળી હતી. વિરાટ પરેડમાં શાનદાર સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. મુંબઈમાં તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વિદેશ જવા રવાના થયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.