Home મનોરંજન - Entertainment નાના પુત્ર અનંતના હલ્દી સેરેમનીમાં નીતા અંબાણીનો ગ્લેમરસ લુક સામે આવ્યો

નાના પુત્ર અનંતના હલ્દી સેરેમનીમાં નીતા અંબાણીનો ગ્લેમરસ લુક સામે આવ્યો

76
0

(જી.એન.એસ),તા.9

મુંબઈ,

દેશના ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંતના લગ્નની વિધિઓ ચાલી રહી છે. 12 જુલાઈના રોજ સાત ફેરાના 3 દિવસ પહેલા હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અંબાણી પરિવાર અલગ અલગ કપડામાં પોતાની સ્ટાઈલ બતાવી રહ્યા છે. આ બધાની વચ્ચે નીતા અંબાણી અનોખી સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. હમેંશા દર ફંક્શનમાં સાડી પહેરનારા નીતા અંબાણીએ દીકરાની પીઠીની વિધિમાં ભવ્ય ડ્રેસ પહેર્યો હતો. વધારે સાડીમાં જોવા મળતા અરબોની માલકિન નીતા અંબાણીનો હૈદરાબાદી પ્રેમ જોવા મળ્યો હતો. આ દરમિયાન નીતા અંબાણીએ કુર્તા,સલવાર સાથે દુપટ્ટો કેરી કર્યો હતો.નીતા અંબાણી અલગ હોવા ઉપરાંત, તેમની શાહી શૈલીથી પણ લાઈમલાઈટ મેળવી છે. દર વખતની જેમ, નીતા અંબાણીએ ઉંમરને પાછળ છોડી દીધી અને વિશ્વમાં સુંદરતા અને શૈલીનો ઉમેરો કર્યો. દર વખતની જેમ, નીતા અંબાણીએ પીઠી સેરેમની માટે તેમના આઉટફિટને કસ્ટમ બનાવવા માટે તેમના મનપસંદ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર આઉટફીટ માંથી એકને પસંદ કર્યો.

નીતા અંબાણી એ હૈદરાબાદી કુર્તો, ચૂડીદાર સલવાર અને દુપટ્ટો પહેચ્યો હતો. જેમાં તે ખુબ સુંદર લાગી રહ્યા હતા. નીતા અંબાણીની આઉટફિટ ક્લાસિક હૈદરાબાદી કુર્તાથી પ્રેરિત છે. કુર્તા સોનાની જેમ ચમકે છે અને તેમાં પ્રાચીન ઝરી અને જરદોશી ભરતકામ છે. તેની ફુલ સ્લીવ્ઝની બોર્ડર સિલ્વર-ગોલ્ડ મેટથી બનાવવામાં આવી છે. નીતા અંબાણીના આ ખાસ કપડાંને સુંદર બનાવવાનું કામ ખાસ કારીગરોએ જટિલ ભરતકામ કરીને કર્યું છે. આ હૈદરાબાદી કુર્તા ખાડા દુપટ્ટા સાથે સ્ટાઈલ કરવામાં આવે છે, જે ડબલ ડ્રેપમાં છે. આ દુપટ્ટાની બોર્ડર પણ ઝીણી ચાંદી-ગોલ્ડ મેટિંગ ટેકનિકથી બનાવવામાં આવી છે. ઝરી અને જરદોશી વર્ક પણ છે. આ કપડામાં નીતા અંબાણી આ ઉંમરે પણ પોતાની વહુઓને ટક્કર આપી રહી છે. નીતા અંબાણીએ પીઠી માટે ગોલ્ડ-સિલ્વર મેચિંગ જ્વેલરી પણ પહેરી હતી. તેણીએ હીરા જડેલા મોટા ડ્રોપ ઇયરિંગ્સ સાથે માંગ ટીકો પણ પહેર્યા હતા. એટલું જ નહીં, ત્યારે આ હૈદરાબાદી લુકને ગોલ્ડન પ્લેટફોર્મ હીલ્સ સાથે પૂર્ણ કર્યો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ
Next articleસેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ કોવિડ -19 લોકડાઉનને કારણે અસરગ્રસ્ત ગ્રાહકોને બુકિંગની રકમ પરત કરવા માટે ઓનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મ ‘યાત્રા’ને નિર્દેશ આપ્યો