Home ગુજરાત LRD પરીક્ષાનો વિરોધ યથાવત, મહિલાની તબિયત લથડી..!!

LRD પરીક્ષાનો વિરોધ યથાવત, મહિલાની તબિયત લથડી..!!

753
0

(જી.એન.એસ. રવિન્દ્ર ભદોરિયા), તા.૨૧/૧૨

અત્યારે વિરોધની સિઝન ચાલી રહી હોય તેવા દ્રષ્યો ગુજરાતના પાટનગર ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનો વિરોધ જોવા મળ્યો જે ઘ-4 સુધી વિશાળ સ્વરૂપમાં ફેરવાઈ ગયો. તો બીજી તરફ મહેસુલના કર્મચારીઓ પોતાની રજૂઆતો અને માંગો ને લઈ સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન કર્યું જેમાં સરકારે માંગ સ્વીકારતા આંદોલન સમેટાઈ ગયું હતું. ત્યાર બાદ જિલ્લામાં ફરી એક વાર લોક રક્ષક દળ(LRD)પરીક્ષાને લઈ મહિલાઓ સરકાર સામે નારેબાજી કરી પોતાનો  વિરોધ નોંધાવી રહી છે.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આજે છેલ્લા 6 દિવસથી મહિલાઓ LRD પરીક્ષાના મુદ્દાને લઈ વિરોધ નોંધાવી રહી છે. ત્યારે બીજી બાજુ ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પણ સરકાર સામે બાંયો ચડાવી વિરોધમાં ઉતર્યો છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં મહિલાઓનો વિરોધ હવે રૂપાણી સરકારના રાજીનામા સુધી પહોંચી ગયો છે. આજે LRD પરીક્ષા આપનાર તમામ મહિલાઓએ માથે કાળી પટ્ટી બાંધી રૂપાણી સરકાર સામે સુત્રોચાર કર્યો હતો. મહિલાઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સરકાર મહિલા વિરોધી છે એટલે અમારી માંગ ને સ્વીકાર કરતી નથી. LRD પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ પણ આજે LRD પરીક્ષાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. LRD પરીક્ષા આપનાર પરીક્ષાર્થી મહિલાઓની સરકાર સામે માંગ એ છે કે પાસ થયેલી મહિલાઓનો જનરલ કોટા માં સમાવેશ કરવામાં આવે અને સરકાર ગ્રેડ પે રદ્દ કરે ત્યારે સાથે સાથે અમને (આંદોલનકારી મહિલાઓને) અનામત નો પણ લાભ આપવામાં આવે. LRD પરીક્ષા આપનાર પરીક્ષાર્થી મહિલાઓનું કહેવું છે કે, પુરુષોની મેરીટની જેમ અમારી પણ મેરીટ લીસ્ટ કાઢી અમને જોબ આપવામાં આવે.
આ LRD પરીક્ષાને લઈ રબારી સમાજ પણ સરકારે સામે આવી પરીક્ષાને રદ્દ કરવાની માંગ કરી રહ્યો છે. ભાવનગર ખાતે કેટલાક રબારી સમાજની મહિલાઓએ સરકાર સામે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓનું કહેવું છે, કે આ સરકાર નારી સન્માનની માત્ર વાતો જ કરે છે. આજે આ રૂપાણી સરકાર માં અમારે રાત્રે બસ સ્ટેન્ડમાં રોકાણ કરવું પડ્યું. ત્યારે મહિલાના આંદોલન ને સમર્થન કરવા માટે સામાજિક કાર્યકરના આગેવાન જ અત્યાર સુધી સામે આવ્યા છે. હવે જોવાનું એ છે આ મહિલાઓનું આંદોલન આખરે ક્યાં સુધી રંગ લાવશે. કે પછી સરકારે આ મહિલાઓને પણ નોકરી આપવા માટે ઝૂકવું પડશે..!! કે પછી મહિલાઓનું આંદોલન વ્યર્થ જશે..!!

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચાલો,કોઈએ તો સ્વિકાર્યું કે મોદી રાજમાં ખરેખર મંદી છે…..!
Next articleNRC: નીતીશકુમારની જાહેરાત પછી ભાજપા પાસે કઈ નૈતિકતા બચી છે…?