Home દુનિયા - WORLD VDNKh ખાતે રોસાટોમ પેવેલિયનની પ્રધાનમંત્રીની મુલાકાત

VDNKh ખાતે રોસાટોમ પેવેલિયનની પ્રધાનમંત્રીની મુલાકાત

52
0

(જી.એન.એસ) તા. 9

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે આજે મોસ્કોમાં ઓલ રશિયન એક્ઝિબિશન સેન્ટર, VDNKhની મુલાકાત લીધી.

બંને નેતાઓએ VDNKh ખાતે રોસાટોમ પેવેલિયનની મુલાકાત લીધી હતી. નવેમ્બર 2023માં ઉદ્ઘાટન કરાયેલ રોસાટોમ પેવેલિયન, વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસના ઇતિહાસ પરના સૌથી મોટા પ્રદર્શનોમાંનું એક છે. પ્રધાનમંત્રી નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રે ભારત-રશિયા સહયોગને સમર્પિત ફોટો પ્રદર્શનના સાક્ષી બન્યા. પ્રધાનમંત્રીને “એટમિક સિમ્ફની” – VVER-1000 રિએક્ટરનું કાયમી કાર્યરત મોડેલ જે ભારતમાં કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (KKNPP)નું હૃદય છે તે પણ બતાવવામાં આવ્યું હતું.

પેવેલિયનમાં, પ્રધાનમંત્રીએ ભારતીય અને રશિયન વિદ્યાર્થીઓના જૂથ સાથે પણ વાતચીત કરી. તેમણે તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભવિષ્યની શક્યતાઓ જોવા માટે પ્રોત્સાહિત કર્યા જેનો ઉપયોગ ભાવિ પેઢીઓ અને પૃથ્વી માટે થઈ શકે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરના નામની જાહેરાત
Next articleઆસામમાં પૂરના વિનાશમાં કાઝીરંગા અભ્યારણ્યમાં 6 ગેંડા સહિત 104 હરણના મોત થયા