(જી.એન.એસ) તા. 8
વડોદરા,
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ દ્વારા વડોદરા ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં બુટલેગર સહિત 8 લોકોને દબોચી લેવાાં સફળતા મળી છે. ટીમને સ્થળ પરથી રૂ. 2.73 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. આ મામલે દારૂનો જથ્થો આપનાર સહિત ત્રણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીને પગલે વધુ એક વખત સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની આ કાર્યવાહીમાં ઘટનાસ્થળ પરથી બુટલેગર અને દારૂનું વેચાણ કરનાર હિતેશ ઠાકોર માળી (રહે. ખોડિયાગનગર ગામ, વડોદરા), દારૂના જથ્થાને સાચવનાર મેહુલ જયેન્દ્ર ગોહિલ (રહે. મયુરનગર, લક્ષ્મીપુરા, વડોદરા), કેશીયર વિક્રમ રસિક વાઘેલા (રહે. સલીયાવાડી, દરવાજા, બાલાશિનોર), ગ્રાહક સર્વે ઉમેશ સુરેશ પટેલ (રહે. ઓઢવ ભૂલાની ખાડી, ડેપો સામે, પાદરા) , અજય ભીખા સોલંકી (રહે. ચચરીમાતા મંદિર, પાદરા), અજય પુનમ માળી (રહે. ખોડિયાનગનગર ગામ, લક્ષ્મીપુરા) , વિનય રમેશ માળી (રહે. ખોડિયાનગનગર ગામ, લક્ષ્મીપુરા) તથા ગોપાલ શના દેવીપુજક (રહે. ઢૂનાદારા, ઠાસરા – ખેડા) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ સપ્લાય કરનાર રાજુ વાઘેલા (રહે લૂણા ચોકડી પાસે, પાદરા) , જથ્થો આપનાર દર્શન માળી તથા દારૂનો જથ્થો અપાવનાર રણજીત છત્રસિંહ ગોહિલ (રહે. મયુરનગર, લક્ષ્મીપુરા ગામ) ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આ રેડમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી 28 હજારનો વિદેશી દારૂ, આઠ મોબાઇલ 35 હજાર, 6 વાહનો રૂ.1.80 લાખ તથા રોકડા રૂ.29 હજાર મળી 2.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMCની ટીમે રેડ પાડી દારૂનો જથ્થો પકડી પાડતા તાલુકા પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.