Home અન્ય રાજ્ય સંદેશખાલી કેસમાં સીબીઆઈ તપાસ કરાવવાના કોલકાતા હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચતા...

સંદેશખાલી કેસમાં સીબીઆઈ તપાસ કરાવવાના કોલકાતા હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચતા મમતા સરકારને મોટો ઝટકો

23
0

(જી.એન.એસ) તા. 8

કોલકાતા/નવી દિલ્હી,

ફરી એક વાર પશ્ચિમ બંગાળની મમતા સરકાર માટે ખરાબ સમાચાર આવ્યા છે, સંદેશખાલી કેસમાં સીબીઆઈ તપાસ કરાવવાના કોલકાતા હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચતા મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની અરજી ફગાવી દીધી છે. સંદેશખાલી કેસમાં સીબીઆઈ તપાસ ચાલુ રહેશે. સુપ્રિમ કોર્ટે સંદેશખાલીની તપાસ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે રાશન કૌભાંડમાં 43 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. રાજકીય કારણોસર આને વધારીને બતાવવામાં આવી રહ્યું છે.

સંદેશખાલી કેસમાં યૌન ઉત્પીડનના આરોપોને લઈને ચર્ચામાં હતું. TMC નેતા શાહજહાં શેખ અને તેના સાગરિતો પર અહીં ઘણી મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. આરોપ હતો કે મહિલાઓને બળજબરીથી પાર્ટી ઓફિસમાં બોલાવીને હેરાન કરવામાં આવતી હતી. આ મામલાએ વેગ પકડ્યા બાદ કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈને તપાસ સોંપી હતી. આ નિર્ણય સામે મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આ વર્ષેની શરૂઆતમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શાહજહાં શેખની ધરપકડ કરી હતી અને સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ પર હુમલાના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં 1000 લોકોના ટોળાએ ઈડીની ટીમ પર હુમલો કર્યો હતો. કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ મામલે સીબીઆઇ એ શેખના ઘરે દરોડો પાડવા ગઈ હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. કૌભાંડમાં તપાસ હેઠળ રહેલા રાજ્યના ભૂતપૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિ પ્રિયા મલિક સાથેના કથિત નજીકના સંબંધોને કારણે સઇબીઆઈ ની ટીમ શેખની ધરપકડ કરવા ગઈ હતી.

સીબીઆઈ દ્વારા શાહજહાં શેખ, તેના ભાઈ અને અન્ય પાંચ સામે ગુનાહિત કાવતરું અને હત્યાના પ્રયાસનો આરોપ મૂક્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, શેખ, તેના ભાઈ આલમગીર અને સહયોગીઓ ઝિયાઉદ્દીન મુલ્લા, મફુઝર મુલ્લા અને દિદારબખ્શ મુલ્લાનો ચાર્જશીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સીબીઆઈ એ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) અને 307 (હત્યાનો પ્રયાસ) સાથે રમખાણો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી સહિત અન્ય આરોપો સાથે આરોપ મૂક્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆતંકવાદીઓની ફરી એક વાર નાપાક હરકત
Next articleમાર્ચ, મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 11 હજારથી વધુ ખેડૂતોને મળશે સહાય