(જી.એન.એસ),તા.૦૮
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદે જનજીવનન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું તેમાં પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કુદરતનો કાળો કહેર જોવા મળ્યો ઉત્તરાખંડમાં હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યુ છે તેની વચ્ચે ચાર ધામ યાત્રાને પણ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં કુદરતનો ક્રૂર મિજાજ જોવા મળ્યો. અનરાધાર વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓ તોફાને ચઢી છે તો જળસ્તરમાં સતત વધારો લોકોની ચિંતા વધારી રહ્યો છે. ભારે વરસાદની આગાહીના પગલે લોકોને નદી-નાળા, પુલથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ગંગોત્રી-ગૌમુખ માર્ગ પર ચીડબાસા નજીક નદીનું જળસ્તર વધતાં લાકડાનો પુલ તણાઈ ગયો. જેના કારણે 38 જેટલાં પદયાત્રીઓ ફસાઈ ગયા. જોકે SDRF અને પોલીસે તમામ શ્રદ્ધાળુઓનું સફળકતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું.. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી અલકનંદા, ભાગીરથી સહિતની તમામ નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. જેના કારણે નદીકાંઠાના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના શિમલામાં પણ પહાડો તૂટી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહાડનો મોટો ભાગ રસ્તા પર આવીને પડે છે.જેના કારણે રસ્તો બંધ થઈ જાય છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં. પરંતુ તેના કારણે ચારધામ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. 8 જુલાઈએ દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કેરળ અને આંધ્ર પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે. તો ઉત્તરાખડના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ધીમે-ધીમે દેશમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યુ છે. જુલાઈમાં મેઘરાજા જમાવટ કરશે તેવી હવામાન વિભાગની આગાહી પણ છે. ત્યારે અનરાધાર વરસાદથી લોકોની મુશ્કેલી વધશે તે નક્કી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.