Home ગુજરાત બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ૮.૦૮ ઇંચ અને વડગામ તાલુકામાં ૪ ઇંચ વરસાદ  

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ૮.૦૮ ઇંચ અને વડગામ તાલુકામાં ૪ ઇંચ વરસાદ  

19
0

ચોમાસુ ૨૦૨૪- રાજ્યના ૫૨ તાલુકાઓમાં નોંધનીય વરસાદ

(જી.એન.એસ) તા. 5

બનાસકાંઠા,

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે ત્યારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૫/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૫૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં  સૌથી વધુ ૨૦૨ મિ.મી એટલે કે ૮.૦૮ ઇંચ અને  વડગામ તાલુકામાં ૧૦૦ મિ.મી એટલે કે ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

          જયારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ૮૪ મિ.મી એટલે કે ૩.૩૬ ઇંચ વરસાદ, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ૭૧ મિ.મી એટલે કે ૨.૮૪ ઇંચ વરસાદ, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ૬૭ મિ.મી એટલે કે ૨.૬૮ ઇંચ વરસાદ, મહીસાગર જિલ્લાના ખાનપુરમાં ૫૭ મિ.મી એટલે કે ૨.૨૮ ઇંચ વરસાદ નોંધાયો છે.

      આ ઉપરાંત કઠલાલ અને ગળતેશ્વર તાલુકામાં ૨ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. પાલનપુર, કુકરમુંડા, કપરાડા, ઠાસરા, ઉમરપાડા, અને નાંદોદ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ઝગડીયા,  સુરત સીટી, ઉમરગામ, ખેડબ્રહ્મા, હાલોલ, સતલાસણા, સિંગવાડ, સિદ્ધપુર, બાલાસિનોર, નસવાડી તાલુકામાં ૧ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

        આ ઉપરાંત અંકલેશ્વર, ગરુડેશ્વર, સાગબારા, વડાલી, ડેડીયાપાડા, સંજેલી, માલપુર, કામરેજ, ડાંગ-આહવા,, ઓલપાડ, વઘઈ, માંડવી, મહુધા, લુણાવાડા, કવાંટ, વિજયનગર, પારડી, અમદાવાદ સીટી, ખેરાલુ, સોનગઢ, વડનગર, ફતેહપુરા, ધરમપુર, કપડવંજ, ખેરગામ, વાંસદા, વાઘોડિયા અને માણસામાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

         અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા.૦૫/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધીમાં નવસારી જિલ્લાના ખેરગામમાં ૭૪ મિ.મી એટલે કે ૨.૯૬ ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૫૬ મિ.મી એટલે કે ૨.૨૪ ઇંચ, નવસારી જિલ્લાના વાંસદામાં ૫૧ મિ.મી એટલે કે ૨.૦૪ ઇંચ, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૪૮ મિ.મી એટલે કે ૧.૯૨ ઇંચ જયારે કામરેજ તાલુકામાં ૪૭ મિમી એટલે કે ૧.૮૮ ઇંચ અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ૩૨ મિ.મી એટલે કે ૧.૨૮ ઇંચ વરસાદ વરસ્યો છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત સરકારના પશુ કલ્યાણના આગવા અભિગમથી છેલ્લા બે દાયકા દરમિયાન પશુઓને થતા ચેપી રોગચાળામાં આવ્યો ધરખમ ઘટાડો
Next articleગુજરાતે ગત વર્ષની સરખામણીએ $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું, દેશમાં સૌથી વધુ