(જી.એન.એસ) તા. 5
કાલોલ,
કલોલ નગરપાલિકા શહેરી વિસ્તારની તમામ હોસ્પિટલ સરકારી- ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હૉસ્પિટલના ડોક્ટર્સ તથા તેમના સંબંધિત સ્ટાફને જન્મ-મરણની નોંધણી અંગેની માહિતી આપવા માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં કલોલ નગરપાલિકા શહેરી વિસ્તારની સરકારી, ખાનગી અને અન્ય તમામ હોસ્પિટલ ડોક્ટર્સ તથા તેમના સંબંધિત સ્ટાફને જન્મ-મરણ અને મૃત જન્મ નોંધણીની ફોર્મ નં.૧,૨ અને ૩ સંપૂર્ણ ભરવા માટેની તાલીમ આપવામાં આવી હતી. તેમજ ઈ-ઓળખ જન્મ-મરણ નોંધણી પોર્ટલમાં ઓનલાઈન એન્ટ્રી કરવા માટેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.અરજદારોને ભવિષ્યમાં જન્મ મરણનું પ્રમાણપત્ર મેળવવામાં તકલીફ ન પડે તેનું સંપૂર્ણ માર્ગદર્શન અને તાલીમ વર્ગમાં આપવામાં આવી હતી.
આ સેમિનારમાં સ્ટેટ લાઈજન અધિકારીશ્રી શ્રી જીતેન્દ્રભાઈ તલાવીયા અને આંકડા મદદનીશ શ્રીમતી નેહાબેન દેવીપૂજક, જિલ્લા સુપ્રિટેન્ડન્ટ (જન્મ મરણ) શ્રી રાજેશભાઈ એ.પટેલ અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ (જન્મ મરણ) શ્રી સુનિલસિંહ એસ. ઠાકોર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તજજ્ઞો દ્વારા ડૉક્ટર્સ અને તેમના વહીવટી સ્ટાફ દ્વારા રજુ કરવામાં આવેલ જન્મ મરણ અને મૃત જન્મ નોંધણી બાબતે ઉપસ્થિત પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન જિલ્લા રજીસ્ટ્રાર(જન્મ મરણ ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને કલોલ ચીફઓફિસરશ્રીના સહયોગથી કરવામાં આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.