Home ગુજરાત ગોંડલ શૂરા ઓફિસરનું સુરસુરિયું, ત્રણ દુકાનનું સીલ કલાકોમાં ખોલવું પડ્યુ

ગોંડલ શૂરા ઓફિસરનું સુરસુરિયું, ત્રણ દુકાનનું સીલ કલાકોમાં ખોલવું પડ્યુ

26
0

(જી.એન.એસ) તા. ૩

ગુજરાત,

રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે અને હવે અધિકારીઓ ઠેર ઠેર જઈને ફાયર સેફ્ટી ચકાસી રહ્યા છે તે વચ્ચે ગોંડલમાં ફાયર તંત્ર દ્વારા વાહલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે. ફાયર ઓફિસર દ્વારા આડેધડ નોટિસો ફટકારવામાં આવે છે. આડેધડ કોમ્પ્લેક્ષને સીલ મારે છે. ત્યારે આજે જેલ ચોકમાં આવેલ સનસાઈન કોમ્પ્લેક્ષમાં ફાયર તંત્ર, મામલતદાર પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ મારવા પોહચ્યા હતા. પણ ફાયર ઓફીસરને સનસાઈન કોમ્પ્લેક્ષમાં ત્રીજા ફ્લોર પર આવેલ પટેલ કલાસિસના સંચાલકે ફાયર સેફટીનો વર્ક ઓર્ડર બતાવ્યો હતો. અને ધારદાર રજુઆત કરતા મોં નીચું કરી ભાગ્યા હતા.

જેલ ચોકમાં આવેલ સનસાઈન કોમ્પ્લેક્ષમાં ફાયર તંત્ર, મામલતદાર પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ મારવા આવ્યા હતા જે દરમિયાન કોમ્પ્લેક્ષમાં ત્રીજા ફ્લોર પર આવેલ પટેલ કલાસિસના સંચાલકે ફાયર સેફટીનો વર્ક ઓર્ડર બતાવતા દુકાનદારો વચ્ચે તું – તું મેં – મેં સર્જાઈ હતી ફાયર સેફ્ટીનો ઓર્ડર બતાવ્યા છતાં ફાયર ઓફિસરે કાગળ પર ત્રણ જેટલી દુકાનો સીલ મારી હતી પરંતુ પછી ફરી થોડી કલાકો બાદ અચાનક જ ત્રણ દુકાનોને મારેલું સીલ ખોલી નાખવામાં આવ્યું હતું આમ શૂરા થઈને સીલ મારવા આવેલા ઓફિસરનું સુરસુરિયું થઈ ગયું હતું.

આ ઉપરાંત ફાયર ઓફિસરના કારનામા અહી રોકાતા નથી જે કોમ્પલક્ષનું સીલ ખુલ્લું કરવામાં આવ્યું તેમની સામે આવેલ એક મોલમાં અને કૈલાશ કોમ્પ્લેક્ષમાં એક કપડાંના શો રૂમમાં ફાયર સેફટીનું કામ ચાલુ હતું છતાં ત્યાં સીલ મારી દેવામાં આવ્યું હતું. બીજી તરફ નગરપાલિકા સંચાલિત મહિલા કોલેજમાં ફાયર સેફટીની નોટિસ આપવામાં આવી હતી પણ ત્યાં આજ દિન સુધી સીલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય ટીમ ટ્રોફી લઈ બાર્બાડોસથી ભારત આવવા રવાના
Next articleમહારાષ્ટ્રમાંથી ઝીકા વાઇરસના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી