Home ગુજરાત શિક્ષકોની ભરતીને લઈને 24 હજાર 700 જગ્યાઓ ઉપર કરાશે શિક્ષકોની ભરતી

શિક્ષકોની ભરતીને લઈને 24 હજાર 700 જગ્યાઓ ઉપર કરાશે શિક્ષકોની ભરતી

24
0

(જી.એન.એસ) તા. ૩

ગુજરાત,

શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર આજે શિક્ષકોની ભરતીને લઈ મોટી જાહેરાત કરી છે. ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે કુલ 24,700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવા અંગે ચર્ચા કરી હતી.જેના અંગે હવે રાજ્ય સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે, જેના અનુસાર હવે સરકાર કુલ 24 હજાર 700 જગ્યાઓ ઉપર શિક્ષકોની ભરતી કરશે. ઉલ્લેખનીય છે કે, આજે યોજાયેલ કેબિનેટની બેઠકમાં શિક્ષકોની ભરતીને મંજૂરી આપવામાં છે. જેના અંગેની માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે.શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.પ્રવક્તા મંત્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.પ્રવક્તા મંત્રીએ વધુમાં કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleAdani Ports મુન્દ્રાએ પ્રથમ ક્વાટરમાં 51.2 MMT કાર્ગો હેન્ડલિંગનો વિક્રમ નોંધાવ્યો, અગાઉના રેકોર્ડ કરતાં 7.3% નો વધારો થયો
Next articleભારતીય ટીમ ટ્રોફી લઈ બાર્બાડોસથી ભારત આવવા રવાના