(જી.એન.એસ) તા. 1
અમદાવાદ,
અમદાવાદ ખાતે ભદ્ર લાલ દરવાજા પાસે આવેલ મજુર મહાજન સંઘ માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ખુલ્લેઆમ ગાળોથી અપમાન
સમગ્ર ઘટનાની વિગત છે કે ઇસનપુર વિસ્તારના રહેવાસી સામાજિક લીડર એવા રમેશભાઈ વોરા નાઓ બે દિવસ અગાઉ મજુર મહાજન સંઘ ખાતે કામ અર્થે ત્યાંના પદાધિકારીને મળવા ગયા હતા જે તે વખતે તેના પદાધિકારી ન મળતા તેમના પટાવાળા દ્વારા તેમને ચા પીવાનું કહેતા રમેશભાઈ વોરા ચા પીવા નીચે ચા ની કેટલી પાસે ગયા હતા જે તે સમયે ત્યાં બેઠેલા એક સિનિયર સિટીઝન ઉંમરલાયક વ્યક્તિને પ્રશ્ન કરીને પૂછ્યું હતું કે મજૂર મહાજન સંઘ જેવી કરોડો રૂપિયાની સુંદર જગ્યા માં જો થોડું રિનોવેશન કરાવે તો આ સંસ્થા કેવી સુંદર બની જાય આવા સામાન્ય શબ્દ બોલવાની સાથે ચા ની કીટલી વાળા કાલુભાઈ નામના વ્યક્તિ દ્વારા રમેશભાઈ વોરા ને અપમાનજનક શબ્દો બોલી ગાંધીજી વિરુદ્ધ ગંદી ગાળો બોલતા ફરિયાદી એ ચા ની કીટલીવાળાને કહેલ કે તમે ગાંધીજી વિરુદ્ધ કેમ ગાળો બોલો છો તેમ છતાં ચાની કેટલી વાળાએ રમેશભાઈ નાઓને અહીંથી જતો રહે નહિતર ઊંધો કરી નાખીશ આવા શબ્દો બોલી અપમાનિત કર્યા હોય રમેશભાઈ વોરા દ્વારા પ્રમુખશ્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જેના અનુસંધાને મજૂર મહાજન સંઘ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદીને ખાતરી આપી હતી ઉલ્લેખનીય છે કે જે સંસ્થા ગાંધીજીના સમયમાં મિલ કામદારોના હક અધિકાર માટે બનાવવામાં આવી હોય તે મજૂર મહાજન સંઘ માં ચા ની કેટલી ચલાવતા વ્યક્તિ દ્વારા તે જ સંસ્થાના વિરુદ્ધ તેમજ રાષ્ટ્રપિતા માટે બોલવામાં આવેલી ગંદી ગાળો સામે ન્યાય મેળવવા રમેશભાઈ વોરાએ એક ઝુંબેશ શરૂ કરી છે એ ઝુંબેશ માં જોવાનું એ રહ્યું કે ગાંધીજી દ્વારા બનાવવામાં આવેલી આ સંસ્થા ફરિયાદીને ન્યાય આપે છે કે સંસ્થા વિરુદ્ધ ગાંધીજી માટે અપમાનજનક શબ્દો બોલનાર શખ્સ વિરુદ્ધ કાયદેસરના પગલાં લે છે જો ફરિયાદીને ન્યાય નહીં મળે તો તેમના દ્વારા કાયદેસરના કાર્યવાહી કરી જાતે ન્યાય મેળવવા આગળની કાર્યવાહી કરશે તેવું તેમની ફરિયાદમાં ઉલ્લેખ કરેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.