Home રમત-ગમત Sports રવીન્દ્ર જાડેજા ટી20 વર્લ્ડકપ 2024માં ભારતના વિજયી રનના અંતે ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ...

રવીન્દ્ર જાડેજા ટી20 વર્લ્ડકપ 2024માં ભારતના વિજયી રનના અંતે ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેનાર ત્રીજો સિનિયર ક્રિકેટર બન્યો

86
0

(જી.એન.એસ) તા. 30

રવીન્દ્ર જાડેજા ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતના વિજયી થયા બાદ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેનાર ત્રીજો સિનિયર ક્રિકેટર બન્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની ઘોષણાઓ બાદ, જાડેજાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા ફોર્મેટને “વિદાય” આપી. બ્રિજટાઉનમાં રોમાંચક વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની જીતના એક દિવસ પછી જાડેજાએ લખ્યું, “આભારથી ભરેલા હૃદય સાથે, હું ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય આપું છું. મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં આમ કરવાનું ચાલુ રાખીશ. “ટી20 વર્લ્ડ કપ જીતવું એ એક સ્વપ્ન જાણે સાકાર થયું હતું, જે મારી ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું શિખર હતું. યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન માટે આભાર.” 35 વર્ષની વયના જાડેજા, 74 ટી20માં 515 રન કરી ચૂક્યો છે અને 54 વિકેટ ઝડપી છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા પણ આઈસીસી ટ્રોફી જીતવાના લાંબા સમયથી ચાલી રહેલા દુકાળને ખતમ કરવામાં સફળ રહી. આ ખિતાબ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેના વિશે તેણે કહ્યું કે આ નિર્ણય લેવા માટે આનાથી સારો સમય હોઈ શકે નહીં.

ટી20 વર્લ્ડકપ 2024નું ટાઈટલ જીત્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાના નિર્ણય વિશે બધાને જાણકારી આપી હતી જેમાં તેણે કહ્યું હતું કે ટી20 ઈન્ટરનેશનલમાં આ મારી છેલ્લી મેચ હતી. જ્યારથી મેં આ ફોર્મેટ રમવાનું શરૂ કર્યું છે ત્યારથી મેં દરેક ક્ષણનો સંપૂર્ણ આનંદ માણ્યો છે. મેં પણ આ ફોર્મેટમાં ભારતીય ટીમ સાથે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયનો સમય આનાથી વધુ સારો ન હતો. મારે કપ જીતવો હતો. રોહિત ટી20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે 50 મેચ જીતનાર પ્રથમ ખેલાડી છે.

બીજી તરફ રોહિતની સાથે વિરાટ કોહલીએ પણ ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન બાદ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય સૈન્યના ઇતિહાસમાં પ્રથમ વખત, 2 ક્લાસમેટ આર્મી-નેવીના ચીફ બનશે
Next article1 જુલાઈથી સમગ્ર દેશમાં ત્રણ નવા કાયદા અમલમાં આવશે