Home દુનિયા - WORLD ઉત્તર-પૂર્વ નાઈજીરિયાના ગ્વોઝા શહેરમાં ત્રણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ; ૧૮ લોકોના મોત

ઉત્તર-પૂર્વ નાઈજીરિયાના ગ્વોઝા શહેરમાં ત્રણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ; ૧૮ લોકોના મોત

53
0

(જી.એન.એસ) તા. 30

ગ્વોઝા,

નાઈજીરિયાથી હ્ર્દયદ્રાવક સમાચાર મળી રહ્યા છે જેમાં એક ભયાનક આત્મઘાતી હુમલામાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 42 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શનિવારે ઉત્તર-પૂર્વ નાઈજીરિયાના ગ્વોઝા શહેરમાં ત્રણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. આ આત્મઘાતી હુમલાખોરોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલાએ જે કર્યું છે તેને સાંભળીને તમારા પણ રૂંવાડા પણ ઊભા થઈ જશે. આ મહિલા પોતાના પીઠ પર બાંધેલા બાળકને લઈને જઈ રહી હતી. આ બાદ તેને એક લગ્ન સમારોહમાં જઈને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ આત્મઘાતી હુમલો ખરેખર ખૂબ જ વિચલિત કરનારો છે.

આ આત્મઘાતી હુમલા ત્રણ સ્થળો ઉપર કરવામાં આવ્યા હતા. પહેલો વિસ્ફોટ શનિવારે બપોરે લગભગ 3 વાગ્યે એક લગ્ન સમારંભમાં થયો હતો. ત્યારપછી, બીજો બ્લાસ્ટ જનરલ હોસ્પિટલ ગ્વોઝામાં થયો હતો અને ત્રીજો બ્લાસ્ટ અંતિમ સંસ્કાર વખતે થયો હતો. આ આત્મઘાતી હુમલામાં આ અંગે મળી રહેલી માહિતી મુજબ કેમેરોનિયન સરહદી શહેરમાં આત્મઘાતી હુમલામાં એક હોસ્પિટલને પણ નિશાન બનાવવામાં આવી હતી તેટલું જ નહીં પરંતુ અંતિમ સંસ્કારના સ્થળે પણ આત્મઘાતી વિસ્ફોટ પણ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ આ ઘાતક હુમલામાં અત્યાર સુધીમાં 18 લોકો માર્યા ગયા છે અને 42 અન્ય ઘાયલ થયા છે. દુખદ વાત તો એ છે કે આ મૃતકોમાં બાળકો, પુરુષો, મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલો અનુસાર, 19 ગંભીર રીતે ઘાયલ લોકોને પ્રાદેશિક રાજધાની મૈદુગુરી લઈ જવામાં આવ્યા હતા, જ્યારે 29 અન્ય લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાઈજીરિયાનો બોર્નો એવો વિસ્તાર છે જ્યાં સૌથી વધુ આતંકવાદી જૂથો સક્રિય છે. બોકો હરામ અને તેનાથી અલગ થઈ ગયેલું ઈસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ ગ્રુપ એકદમ સક્રિય છે. આ હુમલો બોકો હરામ પર થયો હોવાની આશંકા છે. બોકો હરામે ઈસ્લામિક સ્ટેટ સાથે હાથ મિલાવીને નાઈજીરિયામાં આતંકવાદનો વ્યાપ વધાર્યો છે. બોકો હરામ અત્યાર સુધીમાં હજારો લોકોની નિર્દયતાથી હત્યા કરી ચૂક્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમિતાભ બચ્ચને ના જોઈ ફાઈનલ મેચ,  જણાવ્યું કારણ
Next articleEPFOએ 2013 પછી નોકરી લાગેલા સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ GIS હેઠળની કપાત તાત્કાલિક અસરથી રોકવાનો નિર્ણય લીધો