(જી.એન.એસ.રવિન્દ્ર ભદોરીયા )
અમદાવાદ, ૧૨/૧૨
ગુજરાત યુનિવર્સિટી સ્થાનિક રમત સમિતિ અને નરોડા કેળવણી મંડળ દ્વારા આયોજિત ૭૧મો આંતર કોલેજ ખેલકૂદ રમતોત્સવ અમદાવાદ સરદાર પટેલ રમત સંકુલ, સિન્થેટિક ટ્રેક ગુજરાત યુનિવર્સીટી,નવરંગપુરા ખાતે યોજવા જઈ રહ્યો છે. આ ખેલકૂદ રમતોત્સવ ત્રણ દિવસ તારીખ 11,12 અને 13 ડિસેમબરે યોજાશે.
આ કાર્યક્રમની ઉદ્ધઘાટનની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યા, મુખ્ય મહેમાન નરેન્દ્ર પી. પટેલ અને અતિથિ વિશેષમાં પ્રદીપસિંહ વાઘેલા ઉપ પ્રમુખ ફૂટબોલ એસોસિયેશન હાજરી આપશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રમત ઉત્સવનો પ્રારંભ દેશના વડાપ્રધાન હસ્તે લોકાર્પણ કરી નવા યુવાને ને એક નવી દિશા મળે અને અને પોતાની કાર્યપદ્ધતિ માં સફળ થાય તે માટે પ્રારંભ કરાયો હતો. આ ખેલ સે ગુજરાત, જીતશે ગુજરાતની એક નવી દિશા નક્કી થવા જઈ રહી છે. આ ખેલ મહોત્સવ થી યુવાનોમાં એક રુચિ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સીટી અને નરોડા કેળવણી મંડળ પણ પોતાના કોલેજ માં અવારનવાર રમતનો આયોજન કરે છે.
આજે ગુજરાતના યુવાન દેશની મોટી મોટી સ્પર્ધા રમવા જાયે છે જેમાં જીત મેળવી ગુજરાતનું નામ અને કોલેજનું નામ રોશન કરે છે. ત્યારે આ યુવાઓને ને નરોડા કોલેજ એક પ્લેટફોર્મ આપી તેમનું રુત્વા વધારે છે. આ સ્પર્ધા છેલ્લા ત્રણ દિવસ ચાલવાની છે જેમાં સમાપન સમારોહના મુખ્ય મહેમાન ડો. જગદીશભાઈ ભાવસાર (ઉપ કુલપતિ ગુજરાત યુનિવર્સીટી), અતિથિ વિશેષમાં અશ્વિનભાઈ પી પટેલ જે નરોડા કેળવણી મંડળના મંત્રી છે તે પણ હાજરી આપશે. નરોડા કેળવણી મંડળે પોતાની આગવી ઓળખ સ્પર્ધા માં બનાવી છે જેથી વિધ્યાર્થી ભળવા સાથે સાથે અન્ય એક્ટવિટી માં પણ ભાગ લઈ કોલેજનું નામ રોશન કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.