Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું 158 મું અંગદાન, ત્રણ લોકોને મળ્યા નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું 158 મું અંગદાન, ત્રણ લોકોને મળ્યા નવજીવન

30
0

(જી.એન.એસ) તા. 29

અમદાવાદ,

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 158 મું અંગદાન કરવામાં આવ્યું છે. હોસ્પિટલ ખાતે થયેલ 158 માં અંગદાનની વાત કરીએ તો મજુરી કામ કરતા 43 વર્ષીય હરિસિંહ ચૌહાણને ઉદયપુર નજીક બાઇક પર એક્સિડેન્ટ થતા પ્રથમ ઉદયપુર ખાતે અને ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે તારીખ 17/06/2024 ના રોજ સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 26/06/2024 ના રોજ ડૉક્ટરોએ હરિસિંહને બ્રેઈન ડેડ જાહેર કર્યા.

43 વર્ષીય, હરિસિંહ અપરણીત હોવાથી તેમના પરીવારમાંથી એમના માતા તેમજ ભાઈ મહેન્દ્રસિંહ અને અન્ય હાજર પરિવારજનોને સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સની ટીમે હરિસિંહના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા તેમણે પરોપકાર ભાવ સાથે હરિસિંહના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. હરિસિંહ ચૌહાણના અંગદાન થકી બે કીડની તેમજ એક લીવરનું દાન મળ્યું હતું.

આ બાબતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ અંગદાનથી મળેલ કીડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 158 અંગદાતાઓ થકી કુલ 511 અંગો તેમજ ચાર સ્કીનનું દાન મળેલ છે. જેના થકી 495 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત સરકારમાં મુખ્યમંત્રીના સચિવ કે. કૈલાસનાથનને હવે એક્સ્ટેન્શન નહીં આપવામાં આવે
Next articleભારત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનતા સમગ્ર દેશ ઉજવણીનો માહોલ