Home ગુજરાત રાજકોટના એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી, સદનસીબે કોઈ જાનહાનિ નથી

રાજકોટના એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી, સદનસીબે કોઈ જાનહાનિ નથી

16
0

(જી.એન.એસ) તા. 29

રાજકોટ,

રાજકોટ નું હીરાસર એરપોર્ટ શરુઆતથી જ સતત વિવાદોમાં રહ્યુ છે ત્યારે હવે ચોમાસાની શરુઆતમાં હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ધટના ટળી છે. એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી હતી. જો કે સદનસીબે પેસેન્જર પેસેજમાં કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી પ્રમાણે આ કેનોપી પ્લાસ્ટિકની બની હતી. ઘટના બનતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી રહ્યી છે. હીરાસર એરપોર્ટ પર દિલ્લી જેવી મોટી દુર્ઘટના ટળી છે. ત્યારે આ ઘટના અંગે રાજકોટના કલેકટરે પણ નિવેદન આપ્યુ છે. રાજકોટ જિલ્લાના કલેકટરે નિવેદન આપતા જણાવ્યુ કે આ પેસેન્જર પેસેજમાં હંગામી શેડ લગાવવામાં આવ્યો છે. તેમજ આ અંગે વધારે માહિતી તમને એરપોર્ટ ઓથોરિટીને પુછો. પરંતુ આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને કંઈ થયુ હોત કોણી જવાબદારી સહિતના સવાલો ઉભા થયા છે. આ અગાઉ પણ એરપોર્ટમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં મુસાફરોને બેસવા માટે યોગ્ય સુવિધા ન હોવી. તેમજ ટોયલેટ બ્લોકમાં પાણી ન હોવુ સહિતના વિવાદ સામે આવ્યા છે. ચોમાસાની શરુઆતમાં જ પ્રકારની દિલ્લી જેવા દ્રશ્યો સર્જાતા તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટના ગોંડલમાં હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવાનનું કરુણ મોત
Next articleજનતા દળ યુનાઈટેડની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં રાજ્યસભાના સાંસદ સંજય કુમાર ઝાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા