(જી.એન.એસ) તા. 28
મોરબી,
મોરબીમાં ફરી એક વાર કોમર્શિયલ કંપનીઓ દ્વારા પાણીમાં દૂષણ ફેલાવામાં આવ્યું છે, નદીમાં કેમીકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. ઘુંટુ ગામ નજીકની કેમિકલ ફેક્ટરીએ નદીમાં કેમિકલ નાખ્યાનું અનુમાન છે. માછલીઓના મોતથી ગંદકી તેમજ દુર્ગંધ ફેલાઈ છે. નદીમાં માછલીઓના સામૂહિક મોતના કારણે પરેશાની ઉભી થઇ છે. કિનારે પડેલી અસંખ્ય માછલીઓના સબને પક્ષીઓ કુતરાઓ પીંખી રહ્યા છે અને મૃત માછલીઓને લઈ હવામાં દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. આ ઘટના પ્રકાશમાં આવવાના પગલે કોર્પોરેશને પાણી પર ચૂનાનો છંટકાવ કર્યો હોવાના સમાચાર છે.જો કે આજે તો નદીમાના કેમિકલ પાણીના લીધે માછલીઓ મરી રહી છે. આગામી સમયમાં તેના કારણે માનવીઓના આરોગ્ય પર કેટલી ખરાબ અસર પડી શકે છે જો કે આ જ પાણીનો ઉપયોગ પીવામાં પણ થાય છે. તેથી તંત્રએ તાકીદના પગલાં ન લીધા તો સ્થિતિ વધુ વણસી શકે છે. આ ઘટનાના લીધે જીવદયાપ્રેમીઓ પણ નારાજ છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવે છે અને ક્યારે ..
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.