Home ગુજરાત કેબિનેટ મંત્રી કૌશિક પટેલના સવાલોના જવાબ આપવામાં ગાંધીનગરના મેયર અસક્ષમ…..!!

કેબિનેટ મંત્રી કૌશિક પટેલના સવાલોના જવાબ આપવામાં ગાંધીનગરના મેયર અસક્ષમ…..!!

456
0

(જી.એન.એસ,રવિન્દ્ર ભદૌરિયા),તા.૭
રાજય સરકાર દ્વારા રાજયભરમાં વિવિધ પ્રકારની સેવાઓ એક જ સ્થળે મળી રહે તે માટે ઠેર ઠેર સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જ એક સેવાસેતુનો કાર્યક્રમ ગાંધીનગરના સેક્ટર-6 માં આવેલ સંત રોહિ‌દાસ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમના આમંત્રણ કાર્ડ પણ વ્હેચી દેવામાં આવ્યા હતા અને તે માટે મોટો સમીયાણો પણ ઉભો કરી દેવામાં આવ્યો હતો. ત્યારે પ્રભારી અને મંત્રી કૌશિક પટેલ ઉપસ્થીત રહેવાના હોવાના સમાચાર મળતાં જ મેયર રીટાબેન પટેલ અને વર્તમાન ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા મુજવણમાં મૂકાઈ ગયા હતા. કેમકે મંત્રી કૌશિક પટેલના આકરા આડા અવડા સવાલોના જવાબ આપવા પડે તેવા હતા.
સેવાસેતુ કાર્યક્રમમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ખરાબ ના દેખાય અને પ્રભારી મંત્રીનો ભોગ બનવું ના પડે તે માટે ગાંધીનગર શહેરની સમસ્યાઓ અને કોર્પોરેશનની ગળગૂંથીથી વાકેફ એવા પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલને મેદાનમાં ઉતરવાની ફરજ પડી હતી. સેવાસેતુ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સાથે કોર્પોરેશનના પદાધિકારીઓએ ફોટા પડાવી લીધા બાદ મંત્રીના સવાલોનો સંતોષજનક જવાબ આપવા મેયર રીટાબેન પટેલ અને વર્તમાન ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા ઉર્ફે જીગાબાપુ પણ ગોથા ખાવા લાગ્યા હતા. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનના સંકટ મોચક બનીને આવેલા પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલને આગળ આવી સુકાન સંભાડવું પડયું હતું. પ્રભારી મંત્રી કૌશિક પટેલને પણ આડકતરી રીતે ખ્યાલ આવી ગયો હોય તેમ તેઓ પણ મેયર રીટાબેન પટેલ અને ચાલુ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા પાસેથી સેવાસેતુ અંગેની વિગતો પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલ પાસેથી જ લેવાની શરૂઆત કરી હતી.
આ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી કૌશિક પટેલ પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલના જવાબોની ગંભીર નોંધ લેતા જોવા મળ્યા હતા. સમગ્ર મગ્ર કાર્યક્રમ દરમિયાન મેયર રીટાબેન પટેલ અને ચાલુ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા સાઈડ લાઈન પર આવી જતાં કોર્પોરેશનનો સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો.મોંટે ભાગે મંત્રી કૌશિક પટેલે ગાંધીનગર શહેરની સમસ્યાઓ અંગે તેમજ તેના નિરાકરણ વિશે પૂછેલા જવાબો પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલને જ આપવા પડતાં હતાં. બીજી તરફ મંત્રી કૌશિક પટેલે સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન કોઈ અરજદાર રહી ના જાય અને તમામને સેવાનો લાભ મળી રહે તે માટે ખાસ સૂચના પણ આપવામાં આવી હતી. તે સમયએ તમામે મંત્રીની સૂચનાનું પાલન કરવાની બાંહેધરી પણ આપી હતી.પરંતુ પ્રભારી મંત્રીની વિદાય થઇકે બધાના જીવમાં જીવ આવ્યો હોય તેમ બધાએ રાહતનો શ્વાસ લીધો હતો અને શેઠની સીખાંમણ ઝાપા સુધી તેમ સેવાસેતુ કાર્યક્રમ નિયત સમય કરતાં વેહલો સમેટી લેવામાં આવ્યો હતો. જેના કારણે કેટલાય અરજદારોને ધરમનો ધક્કો ખાવાની નોબત આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આ સેવાસેતુ કાર્યક્રમમાં પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલ મેદાનમાં ના ઉતર્યા હોત તો પ્રભારી મંત્રી કૌશિક પટેલની નારાજગીનો ભોગ મેયર રીટાબેન પટેલ અને વર્તમાન ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા બનવાના જ હતા..!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહાદેવ દેસાઇ ગ્રામ સેવા સંકુલ દ્વારા હાલીસા ખાતે યોજાશે ગ્રામ સેવા શિબિર-૩
Next articleત્રિવેણી સંગમ અંતર્ગત મ.દે.ગ્રામસેવા દ્વારા NSS શિબિર નું હાલીસા મુકામે ઉદ્ઘાટન