Home મનોરંજન - Entertainment ‘કલ્કી 2898 એડી’ના મહત્વના દ્રશ્યો લીક થયા

‘કલ્કી 2898 એડી’ના મહત્વના દ્રશ્યો લીક થયા

69
0

(જી.એન.એસ),તા.૨૭

મુંબઈ,

પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. હવે બધાની રાહ પૂરી થઈ છે, પ્રભાસની ‘કલ્કી 2898 એડી’ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. પરંતુ રિલીઝ થતાની સાથે જ ફિલ્મના કેટલાક સીન સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. હવે બધાની રાહ પૂરી થઈ છે, પ્રભાસની ‘કલ્કી 2898 એડી’ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. પરંતુ રિલીઝ થતાની સાથે જ ફિલ્મના કેટલાક સીન સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે.

જો કે ઘણીવાર જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે તેના સીન અથવા તો આખી ફિલ્મ લીક થઈ જાય છે. પરંતુ ‘કલ્કી 2898 એડી’ના જે સીન લીક થયા છે તે ફિલ્મનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે પ્રભાસ કોઈ ભારે વસ્તુને હાથ વડે રોકી રહ્યો છે. જ્યારે તેને સામેથી બતાવવામાં આવે છે ત્યારે તેના પર એક પ્રતિમા છે. પરંતુ જેમ-જેમ સીન આગળ વધે છે તેમ તેમ દીપિકા પાદુકોણ જોવા મળે છે. નોંધનીય વાત એ છે કે આ સીનમાં દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે. તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જો કે આ સીન ફિલ્મની સ્ટોરી સાથે કેવી રીતે જોડાયેલ હશે તે તો મુવી જોયા બાદ જ ખબર પડશે. પરંતુ આ જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે ‘કલ્કિ 2898 એડી’નો આ સીન ખૂબ જ મહત્વપૂર્ણ હશે. આ સિવાય ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં પ્રભાસ સુપરમેન સ્ટાઈલમાં ઉડતો અને દુશ્મનોનો નાશ કરતો જોવા મળે છે. X પર યુઝર્સ આ તસવીરને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકો તરફથી સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એવી અપેક્ષા છે કે ‘કલ્કી 2898 એડી’ તેના શરૂઆતના દિવસે 200 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. ફિલ્મનું બજેટ પણ સારું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરોકાણ કરવા માટે રોકાણકારોની પહેલી પસંદ Mutual Fund
Next articleજામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં વરસાદી વીજળીના કારણે એક યુવાને અને 40 ઘેટા બકરાના મોત