Home ગુજરાત આજે આણંદમાં રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

આજે આણંદમાં રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

29
0

(જી.એન.એસ) તા. 26

આણંદ,

રોજગાર વંછુકો માટે સારા સમાચાર આવ્યા છે, આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા સમયાંતરે કંપનીઓ ખાતે ખાલી પડેલ જગ્યાઓ માટે વિવિધ કંપનીના મેનેજર સાથે સંકલન કરીને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત કંપનીઓ ખાતે એપ્રેન્ટીસ એક્ટ હેઠળ કરવામાં આવતી ભરતી અંગેની કાર્યવાહી પણ જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવે છે.

જિલ્લા રોજગાર કચેરી ખાતે આણંદ જિલ્લાના યુવા યુવતીઓની તેમણે કરેલા અભ્યાસ મુજબ નામની નોંધણી પણ કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં વિવિધ કંપનીઓ ખાતે ખાલી પડેલી જગ્યા ઉપર રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો માટે આગામી તા. ૨૭-૦૬-૨૦૨૪ ના ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, મોડેલ કેરિયર સેન્ટર, રૂમ નંબર-૩૨૭, ત્રીજો માળ, જૂનું સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે ” રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું ” આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં જિલ્લા રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ હોય કે નામ નોંધણી ના કરાવેલ હોય તેવા તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે.

આ રોજગાર ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી., આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી.સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોય તેવા તમામ રોજગારવાંચ્છુક ઉમેદવારોએ ઓછામાં ઓછા તેઓના બાયોડેટાની ૦૫ નકલ સાથે ઇન્ટરવ્યુમાં રૂબરૂ હાજર રેહવા જિલ્લા રોજગાર અધિકારી, આણંદ દ્વારા જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરે ટીમ ઈન્ડિયા પર બોલ ટેમ્પરિંગનો ગંભીર આરોપ લગાવ્યો
Next articleઆજ નું પંચાંગ (28/06/2024)