(જી.એન.એસ),તા. 25
મુંબઈ,
સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અને બાહુબલીની લીડ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીને આજે કોણ નથી જાણતુ. લોકો પ્રભાસને બાહુબલી પછી જાણે છે પણ અનુષ્કા શેટ્ટીને બાહુબલી પહેલા જાણે છે. અભિનેત્રીએ સાઉથની ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના સ્વાસ્થ્યને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે એક દુર્લભ બીમારીનો સામનો કરી રહી છે. આમાં એવું શું થાય છે કે જ્યારે અભિનેત્રી હસવા લાગે છે ત્યારે તે હસવુ રોકી શકતી નથી અને હસતી જ રહે છે. તેમને ફરીથી સામાન્ય થવામાં 15-20 મિનિટ લાગે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે- મને હસવાની બીમારી છે. તમને જાણીને નવાઈ લાગશે કે હસવું પણ એક રોગ હોઈ શકે છે. પરંતુ મારા કિસ્સામાં તે આવું છે. અભિનેત્રીએ કહ્યું કે એકવાર હું હસવાનું શરૂ કરી દઉં તો મારા માટે 15-20 મિનિટ હસવાનું બંધ કરવું મુશ્કેલ બની જાય છે. કોઈપણ કોમેડી સીન જોતી વખતે કે શૂટ કરતી વખતે હું હસતી હસતી ફ્લોર પર પટકાઈ જાઉં છું. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે આ કારણે શૂટિંગ રોકવું પડ્યું છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તેને સ્યુડોબુલબાર ઈફેક્ટ એટલે કે PBA નામની બીમારી છે. આ એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે અને તેની સીધી અસર મગજ પર પડે છે. આ સ્થિતિમાં વ્યક્તિ કાં તો બેકાબૂ બનીને હસવા લાગે છે અથવા તો રડવા લાગે છે. જો કે અભિનેત્રીએ એ નથી કહ્યું કે તે આ બીમારીથી પીડિત છે, પરંતુ તેના નિવેદન પરથી એવું માનવામાં આવે છે કે અભિનેત્રી પણ આ જ સમસ્યાનો સામનો કરી રહી છે. છેલ્લી વખત તે મિસ શેટ્ટી મિસ્ટર પોલિશેટ્ટી નામની ફિલ્મમાં જોવા મળી હતી. હાલમાં, તે ઘાટી અને કથનાર નામની ફિલ્મનો પણ ભાગ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.