Home Uttarakhand ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત

23
0

બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહ

(જી.એન.એસ),તા. 25

સુરત,

ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માતમાં સુરતના યુવકનું મોત નિપજ્યું છે. હાઈવે પર એક બાઈકનો અકસ્માત થઈને તે સીધી ભાગીરથીના કિનારે જઈને પટકાઈ હતી. જેના પર બે યુવકો સવાર હતા, એક મધ્ય પ્રદેશનો અને બીજો સુરતનો. એડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડીને મૃતદેહોને ખીણમાંથી બહાર કઢાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગંગોત્રી નેશનલ હાઈવે પર 24 જુનના રોજ બપોરે એક બાઈક દુર્ઘટનાગ્રસ્ત થઈને ભાગીરથી નદીના કિનારે જઈને પટકાઈ હતી. બાઈક નંબર GJ18FC-1194 હતો, જેથી તે ગુજરાતની હોવાનું જણાયું હતું. આ અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.  મોટરસાઈકલ પર બે લોકો સવાર હતા. બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસ, SDRF અને સ્થાનિક લોકોની ટીમે મૃતદેહોને ઉંડી ખીણમાંથી બહાર કઢાયા હતા. SDRF ની ટીમ દ્વારા દોરડાના માધ્યમથી લગભગ 200 મીટર નીચે ઉંડી ખીણમાં પડેલા બંને લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બે મૃતકોમાં એક વ્યક્તિ ગુજરાતના સુરતનો હતો. બીજો વ્યક્તિ મધ્યપ્રદેશનો રહેવાસી હતી. આ બંને બાઈક પર સવાર થઈને ગંગોત્રી ધામ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. ટુ-વ્હીલર રોડ પરથી 150 મીટર નીચે પડી ગયું હતું અને ભાગીરથી નદીના કિનારે પડ્યું હતું. એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલ લવાયા હતા. આ ઘટનાની જાણ પરિજનોને કરાતા આખો પરિવાર શોકમાં છે.

મૃતકોના નામ

આશિષ મિશ્રા, ઉંમર 47 વર્ષ

મીત કાછડિયા, ઉંમર 23 વર્ષ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNEET પેપર લીક કેસમાં ED પણ તપાસમાં ઉતર્યું
Next articleઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ બનાવટની પિસ્તોલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો