(જી.એન.એસ) તા. 25
ચેન્નઈ,
ફરી એક વાર ભારતના માછીમારોની ધરપકડ, શ્રીલંકા ની નેવી દ્વારા તમિલનાડુના 22 ભારતીય માછીમારોની વહેલી સવારે ધરપકડ કરી લેવામાં આવી છે, આ ઘટના પહેલીવાર નથી ઘટી. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ તમિલનાડુના માછીમારો જ્યારે પલ્કબે સાગર વિસ્તારની નજીક આવ્યા હતાં. ત્યારે શ્રીલંકા ના દરિયાઈ વિસ્તારમાં તૈનાત નેવીએ તેમની અટકાયત કરી હતી. શ્રીલંકાની નેવી દ્વારા કુલ બાવીસ માછીમારો સાથે 3 હોડીઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ શ્રીલંકા ની નેવી દ્વારા ભારતીય માછીમારો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે શ્રીલંકાના દરિયાઈ વિસ્તારમાં આવ્યા હોવાના આરોપ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અગાઉ, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને 19 જૂનના રોજ વિદેશ મંત્રી જયશંકરને આ અંગે પત્ર લખીને રજૂઆત કરી હતી. અને તેમને સૂચવ્યું હતું કે, વહેલી તકે તમામ ભારતીય માછીમારોને સલામત રીતે ભારત પરત લાવવામાં આવે. કારણ કે…. તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. તે ઉપરાંત આવી ઘટનાઓ માછીમારાની આજીવિકા પર ઊંડી અસર કરે છે. તેની સાથે માછીમારોમાં ભય અને અનિશ્ચિતાની લાગણી પેદા કરે છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરુઆતથી તામિલનાડુના કુલ 19 માછીમારોને શ્રીલંકાના કોલંબોથી એક ઈન્ડિયાની પેસેન્જર ફ્લાઈટમાં ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતાં. ત્યારબાદ શ્રીલંકાના નૌકાદળ દ્વારા સરહદ પાર કરવા બદલ ધરપકડ કરી હતી. તો 19 માછીમારોમાં માયલાદુશુરાઈના 9, પુડુકોટ્ટાઈના 4 અને પુડુચેરી રાજ્યના કરાઈકના 6 નો સમાવેશ થાય છે. આ તમામ 6 માર્ચે 2 બોટમાં બેસી દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતાં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.