Home રમત-ગમત Sports બાઉન્ડ્રીમાં 2 ખેલાડી એવા અથડાયા કે મેચ રોકવી પડી

બાઉન્ડ્રીમાં 2 ખેલાડી એવા અથડાયા કે મેચ રોકવી પડી

51
0

(જી.એન.એસ),તા.૨૪

વેસ્ટઈન્ડિઝને ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં જગ્યા બનાવવા માટે સાઉથ આફ્રિકા વિરુદ્ધ સુપર-8ની મેચ રમાઈ હતી. આ સુપર-8 સ્ટેજના ગ્રુપ 2માં ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ચુકી છે. ચાલુ મેચમાં અમ્પાયર્સ અને ફિઝિયો બાઉન્ડ્રી પર પહોંચ્યા હતા. ગંભીર રીતે ઈજા થતા યાનસેનને મેદાનની બહાર પણ જવું પડયું હતુ. વેસ્ટઈન્ડિઝની ઈનિગ્સ દરમિયાન 8મી ઓવરમાં એડન માર્કરમના બોલ પર ટીમના ઓપનરે શોર્ટ રમ્યો હતો. વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 વર્લ્ડકપની 2024ની સુપર-8ની છેલ્લી મેચમાં એક દુર્ઘટના સર્જાય હતી. કેચ પકડવાના ચક્કરમાં બાઉન્ડ્રી પર 2 સાઉથ આફ્રિકાના ખેલાડીઓ અથડાયા હતા. ત્યારબાદ બંન્નેને ઈજા પણ થઈ હતી. થોડીવાર મેચ પણ રોકવામાં આવી હતી. કાગિસો રબાડાનો પગ માર્કો યાનસેનના પેટમાં વાગ્યો હતો. જેના કારણે તેને વધુ ઈજા થઈ હતી. આ કારણે યાનસેન મેદાનની બહાર ગયો હતો અને કાગિસો રબાડા મેદાનમાં જ રહ્યો હતો. કાઈલ મેયર્સનો બોલ હવામાં ગયો જેનો કેચ લેવા માટે કાગિસો રબાડા અને માર્કો યાનસેન કેચ લેવા માટે બંન્ને ખેલાડીઓએ દોડ લગાવી આ કારણે બંન્ને ખેલાડી બાઉન્ડ્રી પર ટક્કરાયા હતા. બંન્ને ખેલાડી એવી રીતે પડ્યા હતા કે, ફિઝિયો પણ મેદાનમાં દોડી આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅર્જુન કપૂરના લગ્ન વિષે અનિલ કપૂરે આપી મોટી હિન્ટ
Next articleજૂનાગઢથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાં વિરૂદ્ધ ગીર સોમનાથના એસપી સહિતના અધિકારીઓને લોહાણા સમાજના અગ્રણી દ્વારા અરજી