Home ગુજરાત વડોદરામાં નેશનલ લોક અદાલતમાં રૂ. 90.11 કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું

વડોદરામાં નેશનલ લોક અદાલતમાં રૂ. 90.11 કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું

24
0

(જી.એન.એસ) તા. 23

વડોદરા,

ગુજરાતનાં વડોદરામાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારના સમાધાન લાયક કેસો મુકવામાં આવ્યા હતા. આ નેશનલ લોક અદાલતમાં રૂ. 90.11 કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું.

22, જુન 2024 શનિવારના રોજ નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાને મે. પ્રિન્સિપાલ જજ અને ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટીના ચેરમેન જે. એલ. ઓડેદરાની અદ્યક્ષતામાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 33,659 કેસો મુકવામાં આવ્યા હતા.

નેશનલ લોક અદાલતમાં મુકવામાં આવેલા કેસો પૈકી મોટર અકસ્માતના કુલ – 97 કેસો, એનઆઇ એક્ટના કુલ – 2,941 કેસો મળી સમાધાન લાયક કુલ – 3,576 કેસો લોક અદાલતમાં સમાધાનથી પૂર્ણ થયેલા છે. તથા 25,243 કેસ સ્પેશિયલ સીટીંગ એમ વડોદરા જિલ્લા પેન્ડિંગ કેસોમાંથી કુલ, 28,819 કેસો પૂરા થયા છે. હજી સુધી કોર્ટમાં નથી આવ્યા તેવા પ્રિ લીટીગેશનના કેસો જેમ કે, બેંકોના બાકી નાણાંના કેસો, ગેસ બીલના કેસો, બીલ ચુકવણી, તથા ટ્રાફીક ચલણ કેસો મળી કુલ – 31,189 કેસો સમાધાનથી પૂર્ણ કરાવ્યા છે. તથા લોક અદાલતની જાગૃતતાથી ટ્રાફીક નિયમ ભંગના બાકી નિકળતા કુલ – 27,713 ચલણની ભરપાઇ થઇ છે. લોક અદાલતમાં સમાધાનથી રૂ. 90.11 કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત તમામ માહિતી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, વડોદરાની યાદીમાં સામે આવવા પામી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘મેસેન્જર્સ ઓન સાઇકલ’ રેલીને પ્રસ્થાન કરાવ્યું
Next articleમારુતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેર 5 ભાગોમાં વિભાજિત થશે