(જી. એન. એસ) તા. 23
નવસારી,
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી કોશિયા.
• કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.
• ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી અને લોકલ ક્રાઈમ બ્રાંચ નવસારી દ્વારા કરવામાં આવેલ સંયુક્ત રેડ માં મે. શિવ ફૂડ પ્રોડક્ટ્સ, હાઉસ નંબર-૩૭૫/૫ (શેડ નબર-૫), પ્રોપર્ટી નંબર-૩૮૯, બ્લોક નંબર-૨૨૬, ખાતા નંબર-૨૯૬, ડાન્ડેશ્વર પાટિયા, બારડોલી રોડ, ગામ-ઓંચી, જિલ્લો-નવસારી ખાતે સુખવંત બ્રાન્ડના ભેળસેળ વાળા ઘીનું ઉત્પાદન અને વેચાણ થાય છે તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલ હતો. તપાસમાં સુખવંત બ્રાન્ડનાં ૧૦૦ મિલી, ૫૦૦ મિલી ના પાઉચ તથા ડબ્બા અને ૧૫ કિગ્રા ના ડબ્બા નો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવેલ હતો વધુમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા પેઢી માં થી પામોલિન તેલ ના ૧૦ ડબ્બા પણ મળી આવેલ હતા જેનો ઉપયોગ ઘી માં ભેળસેળ માટે થતો હોવાનું જાણવા મળેલ છે. પેઢીના માલિક શ્રી વિકી રાજેશભાઇ ચોખાવાલા ની હાજરીમાં તેમની પાસેથી કૂલ ૮ નમુના લેવામાં આવેલ જ્યારે બાકીનો આશરે ૩૦૦૦ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૧૪ લાખ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.
• આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.