Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ અને યેલો એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ અને યેલો એલર્ટ

27
0

(જી.એન.એસ) તા. 22

અમદાવાદ,

હવામાન વિભાગ દ્વારા સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા આગામી 3 દિવસ દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે વલસાડ, દમણ,દાદરાનગર નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું.

આગાહી અનુસાર 23 જૂને છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરામાં વરસાદ પડશે. 24  જૂને દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ – દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વર્ષા થશે. 25 થી 27  જૂને હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આમ તો, 11 જૂનથી વિધિવત્ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. 28થી 30 જૂન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કિમી પ્રતિ કલાકની રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆણંદ શહેર તેમજ આસપાસના 10 કિલોમીટરના વિસ્તારનો કોલેરા ભયગ્રસ્ત 
Next articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી