Home ગુજરાત ગાંધીનગર સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ..?? જવાહર ચાવડા નવા જૂની કરે તેવી...

સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ..?? જવાહર ચાવડા નવા જૂની કરે તેવી શક્યતઓ

31
0

(જી.એન.એસ) તા. 22

જુનાગઢ,

પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મોટો ધડાકો કર્યો છે. જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પરથી ભાજપનો ચિહ્ન હટાવ્યો છે. સોશિયલ મીડિયા પરથી ભાજપની તમામ પોસ્ટ હટાવી છે. મનસુખ માંડવિયાને ઉદ્દેશીને વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યુ છે કે મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે. 6 જિલ્લાના 21 તાલુકામાં મેં અભિયાન ચલાવ્યું છે. 75 હજારથી વધુ પરિવારોને બીપીએલનો લાભ અપાવ્યો છે. જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે. ગત‌ લોકસભા, માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યા છે.

પૂર્વ મંત્રી જવાહર ચાવડાના સોશિયલ મીડિયામાં પણ ફેરફાર થયા છે. તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં ભાજપની પોસ્ટ ગાયબ જણાઇ છે. જવાહર ચાવડાના સોશિયલ મીડિયામાં અગાઉ કમળ છવાયેલું હતું. ઉલ્લેખનિય છે કે માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જવાહર ચાવડા સામે ભાજપના જ ધારાસભ્યએ પક્ષવિરોધી પ્રવૃત્તી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે પક્ષવિરોધી પ્રવૃતિના આરોપો વચ્ચે જવાહર ચાવડા મેદાનમાં આવ્યા છે. તેમણે સાંસદ મનસુખ માંડવિયાને સંબોધીને ફેસબૂક પર વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે વીડિયોની શરૂઆતમાં જ ઓફીસમાંથી કમળનું પોસ્ટર ઉખાડ્યું હતું. પોતાની ઓળખ અંગે જવાહર ચાવડાએ વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે માણાવદરમાં કરેલા કામો અંગે વીડિયોમાં વાત કરી હતી. ડાર્કઝોન સહિતના ખેડૂતોના કામ કર્યા અંગેની તેમણે વાત કરી હતી.

વીડિયોમાં જવાહર ચાવડાએ પોતાને ક્રાંતિકારી નેતા ગણાવ્યા હતા. ઉલ્લેખનિય છે કે જવાહર ચાવડા લોકસભા ચૂંટણી સમયે નિષ્ક્રિય રહ્યાં હતા અને ભાજપના કોઈ કાર્યક્રમમાં સક્રિય દેખાયા ન હતા. હવે પક્ષની કાર્યવાહીની સંભાવના વચ્ચે તેમણે વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જવાહર ચાવડા 2019માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેઓ આહિર સમાજના અગ્રણી છે.

ઉલ્લેખનિય છે કે આ અગાઉ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ વ્યંગબાણ કર્યા હતા.તેમણે કહ્યું હતું કે સિમ્બોલ લઇને ફરતા લોકોએ કામ કરવું જોઇએ. નામ પાછળ ભાજપ લગાવે તેમણે ભાજપનું કામ કરવું જોઇએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકચ્છના જખૌ પાસેથી ફરી એક વાર 10 પેકેટ ડ્રગ્સ મળ્યું
Next articleભગવાન જગન્નાથજી ની 147મી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં જળયાત્રાનું આયોજન કરાયું