(જી.એન.એસ) તા. 21
ભાવનગર,
ભાવનગર મહાનગર પાલિકાના એન્જિનિયર ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. એક મહિલાએ અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભાવનગર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ફરિયાદી મહિલાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, આ મામલે મળતી માહિતી મુજબ મનપાના અધિકારીએ મહિલાને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ થઈ છે. મહત્વની વાત એ છે કે, બંને પરણિત છે અને 4 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આ મામલે સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અધિકારી અને મહિલા બંને પરણિત છે અને છેલ્લા ચાર વર્ષથી એકબીજા સાથે સંબંધમાં હતા. પરંતુ અધિકારી ફાલ્ગુન શાહે આખરે લગ્નની ના પાડી દેતા મહિલાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જો કે, ફરિયાદ થયાના 24 કલાક બાદ પણ હજી કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસે હજી એ વાતની ખાત્રી નથી આપી કે, આરોપી મનપાનો અધિકારી છે કે, બિલ્ડીંગ બનાવતો અન્જિનિયર છે. પોલીસે જણાવ્યું છે કે, ‘ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. આ ખુબ જ ગંભીપ આરોપ છે, અમે તપાસ કર્યા વગર કોઈના પર કાર્યવાહી ના કરી શકીએ.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.