Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ઉદ્યોગકારો સાથે પ્રિ-બજેટ મીટિંગ યોજવામાં આવી

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ઉદ્યોગકારો સાથે પ્રિ-બજેટ મીટિંગ યોજવામાં આવી

30
0

(જી.એન.એસ) તા. 21

નવી દિલ્હી,

ભારતીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ઉદ્યોગકારો સાથે એક પ્રિ-બજેટ મીટિંગની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને સંગઠનોએ સરકાર પર ભાર મૂક્યો હતો કે આર્થિક વૃદ્ધિની ગતિ જાળવી રાખવા માટે માળખાકીય વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે તેવી માંગ કરી હતી.

એમએસએમઈ ઉદ્યોગના આગેવાનોએ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ અને મુખ્ય રોજગાર પ્રદાતા ગણાતા માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એટલેકે એમએસએમઈ સેક્ટરને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો હતો. ઇન્ડસ્ટ્રી બોડી સીઆઈઆઈના પ્રમુખ સંજીવ પુરીએ નાણામંત્રી સમક્ષ વિચારણા માટે આઠ મુદ્દા રજૂ કર્યા હતા. તેમાં આવકના સ્લેબના નીચલા છેડે આવકવેરામાં રાહત, પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) જેવી રોજગાર પ્રોત્સાહન યોજનાઓને સુવ્યવસ્થિત કરવી અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. સીઆઈઆઈ દ્વારા કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે પણ ભલામણો કરવામાં આવી છે.

કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે ભલામણ કરવામાં આવી જેમાં એફઆઈસીસીઆઈ ની ભલામણો કેપિટલ એક્સપેન્ડિચર ડ્રાઇવ, ઇનોવેશન અને ટેક્સ સરળીકરણ પર કેન્દ્રિત છે. બેઠક દરમિયાન, એફઆઈસીસીઆઈ ના ભૂતપૂર્વ પ્રમુખ સુભ્રકાંત પાંડાએ માંગને ઉત્તેજિત કરીને વિકાસને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર મૂક્યો, ખાદ્ય ફુગાવાને કાબૂમાં લેવા માટે વધુ પગલાં લેવા, એમએસએમઈ ને ટેકો આપવા તેમજ નવીનતા, સંશોધન અને વિકાસને ઝડપી બનાવવાની હિમાયત કરી હતી.

આ બેઠકમાં ઈલેક્ટ્રોનિક્સની આયાત માટે લાઈસન્સની જરૂરિયાતો હળવી કરવા માંગ કરાઈ હતી. “સામાન્ય બજેટ એ નવી સરકારની પ્રથમ મોટી જાહેર નીતિની જાહેરાત છે અને તે નીતિ દિશાના સંદર્ભમાં આગામી પાંચ વર્ષ માટે સૂર સેટ કરે તેવી અપેક્ષા છે” તેમ કિર્લોસ્કર બ્રધર્સના સીએમડી સંજય કિર્લોસ્કરે કહ્યું હતું. બંગાળ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની નેશનલ ફિસ્કલ અફેર્સ એન્ડ ટેક્સેશન કમિટીના ચેરમેન વિવેક જાલાને ઈલેક્ટ્રોનિક્સની આયાત માટે લાઈસન્સની જરૂરિયાતો હળવી કરવા માટેનું સૂચન કર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
Next articleભાવનગર મનપાના એન્જિનિયર ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ