(જી.એન.એસ) તા. 20
કચ્છ,
ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર મળી આવતા ડ્રગ્સના પેકેટ દર્શાવે છે કે, ગુજરાતમાં આવા માદક પદાર્થની ફેરફેર વધી રહી છે. આ સાથે કચ્છના દરિયાઈ સીમામાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. આજે સવારે બીએસએફ દ્વારા કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા છે.
એક સપ્તાહમાં 150થી પણ વધુ ડ્રગ્સ જપ્ત: બીએસએફના જવાનોને ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક સપ્તાહમાં બીએસએફએ 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. તે ઉપરાંત બીએસએફના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ જ છે અને હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળી આવવાની સંભાવના છે.
હાલમાં દરિયામાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ફેંકી દેવાયેલ ડ્રગ્સના પકેટો મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવે છે. આ સાથે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ છેલ્લા 12 દિવસથી સતત પેટ્રોલિંગ કરી રહી છે અને કચ્છના જુદા જુદા દરિયાકાંઠા પરથી આ ડ્રગ્સ મળી આવી રહ્યું છે. આજે મળેલા ડ્રગ્સના જથ્થા અંગે બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હજી પણ આ વિસ્તારમાંતી ડ્રગ્સનો જથ્થો મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જેને પગલે બીએસએફના જવાનો ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.