(જી.એન.એસ) તા. 20
અમદાવાદ,
પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ, અમદાવાદ-380009 ખાતે તારીખ 27 જૂન, 2024ના રોજ બપોરે 4-00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ પેન્શન અદાલતમાં પેન્શનરોને લગતા પ્રશ્નો/ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.
આ અંગેની ફરિયાદો 25 જૂન, 2024 સુધીમાં શ્રી પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ, અમદાવાદ- 380009ને મોકલવાની રહેશે. તારીખ 25/06/2024 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિ.આ પેન્શન અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પુરતી મર્યાદીત રહેશે. વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા “ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ”ની સેવા IPPBના સહકારથી દરેક પેન્શનરોને ડિજિટલી “જીવન પ્રમાણપત્ર” ઘર બેઠા મળે તેવી સુવિધા શરૂ કરી છે. આ સેવાની શરૂઆતથી પેન્સનરને તેમની મૂળ પેન્શન વિતરણ ઓફિસની રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં. વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા આધાર કાર્ડમાં સુધારા વધારા તથા નવા આધાર કાર્ડ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.