(જી.એન.એસ) તા. 20
સંગલદન,
વિશ્વના સૌથી ઊંચા રેલવેના ચેનાબ બ્રિજપર પ્રથમ વખત એક ટ્રેન ચલાવીને પરીક્ષણ કરવામાં આવ્યું. ભારતીય રેલવેએ 8 ડબ્બાવાળી મેમુ ટ્રેન ને વિશ્વના સૌથી ઊંચા ચેનાબ નદીપર બનેલા બ્રિજની ઉપર પ્રાયોગિક ધોરણે ચલાવી હતી, તો મેમુ ટ્રેન રામબન જિલ્લાના સંગલદાન અને રિયાસીની વચ્ચે આશરે 46 કિમી સુધી અંતર કાપ્યું હતું. ટ્રેનની ઝડપ આશરે 40 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી હતી. તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુદ આ વાતની પુષ્ટિ કરી હતી. તો ભારતીય રેલવે અનુસાર મેમુ ટ્રેન આશરે સંગલદાનથી 12:35 કલાકે નીકળી હતી. અને 1:05 કલાકે રિયાસી પહોંચી ગઈ હતી. તો આ મુસાફરી દરમિયાન મેમુ ટ્રેન 9 જેટલા અંડરપાસથી પસાર થઈ હતી. જેની કુલ લંબાઈ 40.787 કિમી છે. તેની સાથે સૌથી લાંબો અંડરપાસ T-44 11.13 કિમી લાંબો છે.
118 કિલોમીટર લાંબા કાઝીગુંડ-બારામુલ્લા વિભાગને આવરી લેતા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ઓક્ટોબર 2009 માં કરવામાં આવ્યું હતું. 18 કિમી લાંબા બનિહાલ-કાઝીગુંડ સેક્શનનું જૂન 2013માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 25 કિમી લાંબા ઉધમપુર-કટરા સેક્શનનું ઉદઘાટન જુલાઈ 2014માં કરવામાં આવ્યું હતું અને આજે Chenab Bridge પરથી ટ્રેન સફળતાપૂર્વક ચલાવવામાં આવી હતી. તો પહેલીવાર મેમુ ટ્રેન ચેનાબ નદી પર બનેલા બ્રિજ પર દુગ્ગા અને બક્કલ સ્ટેશનોની વચ્ચેથી પસાર કરી ગઈ. જોકે વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ આર્ચ Bridge છે. રિયાસી, બક્કલ, દુગ્ગા અને સાવલકોટે સ્ટેશન જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા છે. 48.1 કિલોમીટર લાંબા બનિહાલ-સંગલદાન વિભાગ સહિત USBRL પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 2024 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.