Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી હીટ વેવના કારણે આરોગ્ય મંત્રીશ્રી જેપી નડ્ડાએ તમામ કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને મેડિકલ...

હીટ વેવના કારણે આરોગ્ય મંત્રીશ્રી જેપી નડ્ડાએ તમામ કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને મેડિકલ કોલેજો માટે એડવાઇઝરી 

19
0

(જી.એન.એસ) તા. 19

નવી દિલ્હી,

દેશમાં આ વર્ષ ગરમીના પ્રકોપને જોતાં આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ તમામ કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને મેડિકલ કોલેજો માટે એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે હીટવેવને કારણે દાખલ થયેલા તમામ લોકોને પ્રાથમિકતાના આધારે સારવાર આપવામાં આવે. દિલ્હી-એનસીઆરમાં હીટવેવના કારણે હાહાકાર મચી ગયો છે. આકરા તાપ અને ગરમીના કારણે લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. જેના કારણે અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. આ બધાની વચ્ચે, મંગળવારે હીટસ્ટ્રોકને કારણે નોઈડામાં અલગ-અલગ સ્થળોએ 14 લોકના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. આશંકા છે કે, આ તમામ મોત હીટવેવ અને સ્ટ્રોકના કારણે થયા છે. જોકે, પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે તવું આરોગ્ય વિભાગનું કહેવું છે.

જો કે, ભારે ગરમી અને હીટવેવના કારણે લોકોના મોતના અહેવાલો પણ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી પણ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, ગાઝિયાબાદમાં છેલ્લા બે દિવસમાં 15 લોકોના મોત થયા છે. આશંકા છે કે આ તમામ લોકોના મોત ગરમીના કારણે થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ જિલ્લાની સરકારી એમએમજી હોસ્પિટલમાં કુલ 40 લોકોના મોત થયા છે. ત્રણ ડોક્ટરોની કમિટી આ મામલે તપાસ કરી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નેમિલ શાહે 18મા એમઆઇએફએફ પર ફિલ્મ નિર્માણના રહસ્યો શેર કર્યા
Next articleવડોદરાની મધ્યમાં આવેલા સુરસાગરના પરિસરમાં પશુ અવશેષ મળી આવતા સ્થાનિકોમાં રોષની લાગણી