(જી.એન.એસ) તા. 19
સુરત,
હવામાન વિભાગે વરસાદને લઈ આ આગાહી કરી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં વહેલી સ્વારથીજ પલટો આવ્યો છે. ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયુ છે. વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
અમરેલીના બાબરામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેર અને પંથકના મોટા ભાગના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના ગામડાઓમાં વાવણી થઈ ચુકી છે. સારો વરસાદ પડતાં ઉભા પાકને ફાયદો થશે.
ત્યારે, સુરત શહેરના વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ભારી ઉકળાટ અને બફારાથી રાહત મળી છે.
જો કે, હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં પણ 2 દિવસ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.