(જી.એન.એસ) તા. 19
નવી દિલ્હી,
સ્પાઇસ જેટની ની ફ્લાઇટ એસજી 476 દિલ્હીથી દરભંગા જઈ રહી હતી ત્યારે મુસાફરોને ચેક ઈન કરીને ફ્લાઇટમાં બેસાડી દેવામાં આવ્યા હતાં. પરંતુ જ્યારે યાત્રીઓ સ્પાઇસ જેટની ની ફ્લાઇટની અંદર હતાં, ત્યારે આશરે એક કલાક માટે એસી બંધ રહ્યું હતું. તો બીજી તરફ સ્પાઇસ જેટની ની ફ્લાઇટની અંદર તમામ મુસાફરોને બેસાડી દેવાથી ભયાનક ગૂંગળામણ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. તો લોકો સ્પાઇસ જેટની ની ફ્લાઇટ ની સીટ પાસે મૂકવામાં આવેલા કાગળો અને પુસ્તકો વડે ગરમીને દૂર કરી રહ્યા હતાં. એસી બંધ હોવાને કારણે ફ્લાઈટમાં ભેજના કારણે લોકોની તબિયત લથડી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ટિકિટ કે અન્ય કોઈપણ ચીજવસ્તુઓ હાથમાં લઈને હવા ખાઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકોને એસી માટે લગભગ એક કલાક સુધી રાહ જોવી પડી હતી. આ દરમિયાન ફ્લાઈટની અંદરનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું હતું.
આ પ્રકારની ગૂંગળામણ અને શ્વાસ લેવામાં આવતી તકલીફને કારણે અનેક યાત્રીઓની તબીયત લથડી પડી હતી. તો લોકોના આવેલા નિવેદન પ્રમાણે સ્પાઇસ જેટની ની ફ્લાઇટની અંદર આશરે 40 ડિગ્રીનું તાપમાન પહોંચી ગયું હતું. જોકે ફ્લાઈટની અંદર એસી ત્યારે ચાલુ કરવામાં આવ્યું, જ્યારે સ્પાઇસ જેટની ની ફ્લાઇટે દિલ્હીથી દરભંગા જવા માટે ઉડાન ભરી હતી. તો આ ઘટનાને લઈ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોની અંદર લોકો ફ્લાઈટમાં અનુભવેલી મુશ્કેલી વિશે કહી રહ્યા છે. મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ફ્લાઈટ ટેક ઓફ કરી ત્યારે એસી ચાલુ થઈ ગયું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.