Home ગુજરાત પાવાગઢમાં પ્રતિમાની તોડફોડ મામલે જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ 

પાવાગઢમાં પ્રતિમાની તોડફોડ મામલે જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ 

19
0

(જી.એન.એસ) તા. 18

સુરત,

પાવાગઢમાં પ્રતિમાની તોડફોડ મામલે જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ બાદ પ્રતિમા પુન: સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો હતો. જો કે, જે બાદ કેટલીક જગ્યાએ વિરોધના શૂર શાંત થયા હતા તો કેટલીક જગ્યાએ હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં જૈન સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પાલિતાણામાં જૈન મંદિરમાં તોડફોડનો મામલો માંડ થાળે પડ્યો હતો ત્યાં હવે પાવાગઢમાં જૈન ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજ લાલઘૂમ થયો છે અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જોકે આગેવાનોની દરમિયાનગીરીથી આ મામલો થોડો શાંત તો પડ્યો પરંતુ હજુ પણ કેટલીક માગણીઓને લઈને જૈન સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.

જિનપ્રેમ વિજયજી મહારાજ જણાવ્યું કે, ઘટનામાં કડકમાં કડક પગલા ભરી કાર્યવાહી કરવાની માંગ છે અને જે રીતના પગલા ભરાયા છે તેમાં સંતોષ નથી. મહારાજ દ્વારા તમામને  સુરત પહોંચવાનું કહેવાયું છે તેમજ વધુમાં કહ્યું કે, આંદોલન શાંતિ પ્રિય રીતે ચાલુ જ રહેશે. સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલ ખાતે ઘરણા પ્રદર્શન શરૂ કરાશે. આપને જણાવીએ કે, સુરતમાં જૈન સંઘમાં ચાલી રહેલી મીટીંગ પૂર્ણ કરી વોક વે ખાતે ધરણા પર ઉતરવા રવાના થયા છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિહારના અરરિયાના સિક્તીમાં બકરા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો
Next articleટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે 27 જૂન, 2024ના રોજ અમદાવાદમાં ડાક અદાલતનું આયોજન