(જી.એન.એસ) તા. 18
અમદાવાદ,
ગઈકાલ મંગળવાર (18 જૂન) થી ગુજરાતભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો તેમજ સ્કૂલવાન ચાલકો ચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે… તંત્ર, RTO અને ટ્રાફિક વિભાગની કામગીરીને લઈ વાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે… ત્યારે સુરતમાં 15 હજાર સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરતા નોકરી કરતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો… વાલીઓ પોતાનો નોકરી ધંધો છોટીને બાળકોને શાળાએ મુકવા અને લઈ જવા માટે મજબૂર બન્યા હતા.. જયારે હડતાળ મુદ્દે વાન ચાલકોનું નિવેદન સામે આવ્યું છે… વાન ચાલકોનું કહેવું છે કે, વિધાર્થીઓને લઈ જતા હોય ત્યાં RTO અને ટ્રાફિક પોલીસ આવી ગાડી ડિટેન કરી રહ્યા છે…. અને તંત્ર તાત્કાલિક વાન ચાલકો પણ તૂટી પડ્યું છે… જ્યારે રોષે ભરાયેલા વાલીઓનું કહેવું છે કે વાન ના ભાડામાં રૂ 200 નો વધારો કરાયો હોવા છતાં વાન ચાલકો પોતાની મનમાની કરતા હડતાળમાં જોડાયા છે. …આ સગ્રમ મામલા વિશે જ્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાની પૂછવામાં આવ્યું ત્યારે તેવોએ જણાવ્યુ કે, સ્કુલ વાન અને RTO વિભાગનો આ મામલો છે અને બહુ જલ્દી આ સમસ્યાનો ઉકેલ આવશે…ત્યારે જોવાનું કહ્યું કે વાન ચાલકોની હડતાળ કેટલી લાંબી ચાલે છે અને વાલીઓને ક્યાં શુંથી આ સમસ્યાનો સામનો કરવો પડે છે..
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.