Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભારતના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરે ગૃહમંત્રી અમિત શાહ સાથે...

ભારતના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી

92
0

(જી.એન.એસ) તા. 18

નવી દિલ્હી,

દેશમાં એક તરફ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે ઇન્ટરવ્યૂ યોજાવવાનો છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ઇન્ટરવ્યૂ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગંભીર 2019ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર પૂર્વ દિલ્હીથી સાંસદ બન્યા હતા. તેમણે પોતાની ક્રિકેટ કોચિંગ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સક્રિય રાજકારણમાંથી વિરામ લીધો છે. આ નિર્ણય બાદ આ પહેલી  બેઠક છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ બેઠક બાદ કંઇક મોટું થશે.

ગૌતમ ગંભીરે એક્સ (ટ્વિટર) પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની તસવીર શેર કરતાં લખ્યું, તાજેતરની ચૂંટણીની સફળતા બદલ અભિનંદન આપવા માટે માનનીય ગૃહમંત્રી અમિત શાહજી સાથે મુલાકાત કરી. ગૃહમંત્રી તરીકે તેમનું નેતૃત્વ આપણા રાષ્ટ્રની સુરક્ષા અને સ્થિરતાને વધુ મજબૂત બનાવશે. ગૌતમ ગંભીરની આઈપીએલ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સના માર્ગદર્શક તરીકેની ભૂમિકા માટે વ્યાપક પ્રશંસા કરવામાં આવી છે. જ્યારથી કેકેઆર ચેમ્પિયન બન્યું છે ત્યારથી તેને ટીમ ઇન્ડિયાનો મુખ્ય કોચ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અશોક મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ અત્યાર સુધી કોઈ પણ રસ ધરાવતા ઉમેદવારોનો ઇન્ટરવ્યુ લીધો નથી. બીસીસીઆઈના લોકોને લાગે છે કે ગંભીરની નિમણૂક માત્ર ઔપચારિકતા છે કારણ કે દિલ્હીના આ ખેલાડીનો સામનો કરવા માટે કોઈ યોગ્ય ભારતીય ઉમેદવાર નથી. જ્યારે ગંભીરની દેખરેખ હેઠળ કોલકાતા નાઈટ રાઇડર્સ આઈપીએલ 2024 ચેમ્પિયન બન્યું, ત્યારે તેને ભારતીય ટીમનો કોચ બનાવવાની માંગ વધુ તેજ બની છે. ગંભીરે તાજેતરમાં દુબઈમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ટીમના કોચ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪૪ રિચાર્જ બોરવેલનું લોકાર્પણ ગાંધીનગરમાં સંપન્ન
Next articleગાંધીનગરના નવા નગરપતિ બન્યાં મીરાબેન પટેલ , નાયબ મેયર તરીકે નટવરજી ઠાકોરની પસંદગી