(જી.એન.એસ) તા. 17
અત્યાર સુધીમાં 20 ટીમોમાંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સહિત 12 ટીમો બહાર થઈ
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ ની યજમાનીમાં આયોજિત ટી20 વર્લ્ડ કપ 2024 હવે સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. રવિવારે સ્કોટલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની 5 વિકેટની જીતે ઈંગ્લેન્ડના નસીબને ચમકાવી દીધું અને તેણે સુપર 8માં પ્રવેશ કર્યો. ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 20 ટીમોમાંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સહિત 12 ટીમો બહાર થઈ ગઈ છે, જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સહિત કુલ 8 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. બાંગ્લાદેશ સુપર-8માં પહોંચનારી 8મી અને છેલ્લી ટીમ બની ગઈ છે. બાંગ્લાદેશે નેપાળને 21 રને હરાવીને સુપર 8માં પ્રવેશ કર્યો છે. નેપાળ સામે બાંગ્લાદેશની ટીમે શાનદાર પ્રદર્શન કર્યો અને 21 રને વીજય મેળવ્યો હતો. આ રીતે બાંગ્લાદેશની ટીમ સુપર-8માં પહોંચનારી 8મી ટીમ બની ગઇ છે. આ રીતે હવે ટી20 વર્લ્ડ કપ 2024 માં સુપર-8નું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ભારતીય ટીમ અને અમેરિકા (યુએસએ) ગ્રુપ-એ માંથી ક્વોલિફાય થઇ ગયા છે. ગ્રુપ બી માંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ સી માંથી જગ્યા બનાવી છે. જ્યારે ગ્રુપ Dમાંથી દક્ષિણ આફ્રિકા અને હવે બાંગ્લાદેશ સુપર-8માં ક્વોલિફાય થયા છે.
સુપર-8માં 4 ટીમોના બે ગ્રુપ હશે. જો આ બંને ગ્રુપમાંથી બે ટીમ ટોપ પર રહેશે તો તેમને સેમિફાઈનલમાં જગ્યા મળશે. ગ્રુપ-1માં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન છે. વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, દક્ષિણ આફ્રિકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ગ્રુપ-2માં રાખવામાં આવ્યા છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ સુપર-8 તબક્કામાં તેની પ્રથમ મેચ 20 જૂને બાર્બાડોસમાં રમશે. આ મેચ અફઘાનિસ્તાન સામે થશે. આ પછી બીજી મેચ 22 જૂને એન્ટિગુઆમાં રમાશે. આ મેચમાં બાંગ્લાદેશ સાથે ટક્કર થશે. ભારતીય ટીમ સુપર-8માં તેની છેલ્લી મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં રમશે. આ સ્પર્ધા કઠિન હોઈ શકે છે, જેમાં ઓસ્ટ્રેલિયા સાથે યુદ્ધ થશે. સુપર 8માં ભારતની તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.
સુપર 8નું ગ્રુપ:-
ગ્રુપ-1: ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન
ગ્રુપ-2: યુએસએ, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.