Home ગુજરાત બનાવટી ચલણી નોટો અને નોટ છાપવાની સામગ્રી સાથે એક વ્યક્તિને ઝડપી પાડતી...

બનાવટી ચલણી નોટો અને નોટ છાપવાની સામગ્રી સાથે એક વ્યક્તિને ઝડપી પાડતી સુરત પોલીસ

25
0

(જી.એન.એસ) તા. 17

સુરત,

સુરત શહેર પોલીસને મોટી સફળતા મળી છે, ઉધના પોલીસે બનાવટી ચલણી નોટો અને નોટો છાપવાની સામગ્રી સાથે એક વ્યક્તિને ઝડપી પડયો હતો.  પોલીસને પકડાએલા વ્યક્તિ પાસેથી 100 રૂપિયાના દરની નકલી 259 નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહી બાબતે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના પોલીસની ટીમ તારીખ 16-06-2024 ના રોજ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન પોલીસે બાતમીના આધારે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પીન્ટુ શિવનંદન પાલને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી બનાવટી ચલણી નોટ છાપવાનું કામ કરતો હતો.પકડાયેલ આરોપી સરળતાથી રૂપીયા કમાવવા માટે આરોપી સલમાન અહેમદ સાથે મળી બનાવટી ચલણી નોટ છાપતો હતો. પકડાયેલ આરોપી પીન્ટુ શિવનંદન પાલ સાડી પ્રિન્ટીંગનું અગાઉ કામ કરતો હતો. જેથી પ્રિન્ટ બાબતે તેની પાસે પુરતી માહિતી હતી…

ઉલ્લેખનીય છે કે, પકડાએલા વ્યક્તિની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પોતે (આરોપી) શિવનંદન અને તેનો મિત્ર સલમાન આ ડુપ્લીકેટ નોટો શાકભાજી માર્કેટમાં તથા નાના સ્ટોરમાં જઈને ખરીદી કરી વટાવતા હતા જેથી 100 રૂપિયાની નોટમાં કોઈને શક પણ ના જાય અને પોતે વસ્તુઓની ખરીદી કરી લે. હાલ તો પોલીસે આરોપી પાસેથી 100 રૂપિયાના દરની બનાવટી ચલણી 259 નોટ જેની કીમત ૨૫,900 જેટલી થાય છે..આ સાથે પોલીસે બનાવટી નોટ છાપવા માટેની સામગ્રીઓ મળી કુલ 46 હજારથી વધુનો જથ્થો કબજે કર્યો છે..પોલીસે આરોપીને બનાવટી નોટ છાપવામાં મદદરૂપ થતા સલમાન અહેમદને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રોગતીમાન કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (18/06/2024)
Next articleપીએમ મોદીએ ઇટલીમાં જી7 સમિટમાં મુલાકાત દરમ્યાન પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાતને લઈને કેરળ કોંગ્રેસે ટિપ્પણી કર્યા બાદ માફી માંગી