(જી.એન.એસ) તા. 16
વડોદરા,
વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી SMC ના દરોડામાં રૂ. 1 કરોડ ઉપરાંતના મુદ્દા માલ સાથે બે ઈસમોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં કુલ 78,096 બોટલો જેની કિંમત રૂ. 78,09,600 થાય છે. સાથે ટ્રક, મોબાઈલ ફોન સહિત રોકડ મળી કુલ રૂ. 1.08 કરોડના મુદ્દામાલ સાથે બે ની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ત્રણ ઈસમને વોન્ટેડ જાહેર કરી આ મામલે જરોદ પોલીસ મથકમાં પ્રોહિબિશ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
હોટલ વે-વેઈટ, અને શિવાંશ પેટ્રોલ પંપ વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે. આ જગ્યાએ સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે રેડ કરી શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી. અને તેમાં સઘન સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટ્રક ચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ ટ્રકમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા સ્ટેટ મોનીરિંગ સેલના અધિકારીઓએ માથુ ખંજવાળતા થઇ ગયા હતા.
વડોદરા જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલની આ કાર્યવાહીમાં બે આરોપીઓ પકડવામાં આવ્યા છે. જેમાં ટ્રક ચાલક નેપાલસિંહ મોહબ્બતસિંહ સિસોદિયા (રહે. ગેહલોત વાડા, ગામ:- કટીસોર, તાલુકો: આસપુર, જિલ્લો: ડુંગરપુર, રાજસ્થાન) અને તેઓની સાથે રહેલ ભોપાલસિંહ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ જ્ઞાનસિંહ ચૌહાણ (રહે. લક્ષ્મીનારાયણ ચોક બોરણવાડા, ગામ: કતિસોર, તાલુકો: આસપુર, જિલ્લો: ડુંગરપુર, રાજસ્થાન)ને ઝડપી લીધા છે. જ્યારે વિક્રમભાઈ ઉર્ફે જય શ્રી રામ કે જેઓ મડગાંવ ગોવાથી જથ્થો મોકલ્યો હતો. સાથે ટ્રકનો માલિક સાથે હાલોલ/પંચમહાલ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર ઈસમજાથો મગવાનર ઈસમ સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.