નીટ પેપર લીક પર કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું મોટું એલાન
(જી.એન.એસ) તા. 16
નવી દિલ્હી,
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ એનટીએ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “નીટ મામલે કોઈ પણ ખોટું કરનારને બક્ષવામાં આવશે નહીં. બાળકોના ભવિષ્ય સાથે રમતને સહન કરવામાં આવશે નહીં.” શિક્ષણ મંત્રીએ પણ એનટીએ પર પોતાની નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે એનટીએમાં જો કોઈ દોષિત હશે તો તેને બક્ષવામાં આવશે નહીં.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે કહ્યું હતું કે સરકાર નીટ – યુજી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં કોઈપણ અનિયમિતતાને સહન કરશે નહીં. તેમણે કહ્યું હતું કે જો કોઈ ક્ષતિ જોવા મળશે તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.
આ પરીક્ષા અંગે એવા પણ આક્ષેપો થયા છે કે કેટલાક વિદ્યાર્થીઓના માર્ક્સ વધી ગયા હતા અને તેના કારણે આ વખતે રેકોર્ડ 67 ઉમેદવારોએ સંપૂર્ણ માર્કસ સાથે ટોપ રેન્ક મેળવ્યો છે. છ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષામાં વિલંબને કારણે સમયની ભરપાઈ કરવા માટે 1,500 થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્કસ પ્રશ્નના ઘેરામાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.