Home ગુજરાત ઉત્તર ગુજરાત ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં મંજૂર કરેલી નવી 3 યોજના...

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં મંજૂર કરેલી નવી 3 યોજના અમલમાં મૂકાઈ

30
0

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા નવી ત્રણ યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી, જેને અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળપાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

બાગાયત ખાતાની આ નવી ત્રણ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો હવે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. અરજી કરવા માટે આઇ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૧૩મી ઓગષ્ટ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યના મહત્તમ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરે અને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરાય તે માટે બાગાયત નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ/કોપી લઇ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને બાગાયત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઘુડખર અભયારણ્યમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવા આશરે ૫૦ જેટલા જળકુંડ બનાવાયા
Next articleપેલેસ્ટાઈનના વડાપ્રધાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધવિરામ માટે મદદ માંગી