Home મધ્ય ગુજરાત અમદાવાદ તા. 21 જૂન, વિશ્વ યોગ દિવસની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના ગોધાવી...

તા. 21 જૂન, વિશ્વ યોગ દિવસની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના ગોધાવી મુકામે આવેલ ઝાયડ્સ સ્કૂલમાં કરાશે

32
0

(જી.એન.એસ) તા. 15

અમદાવાદ,

આગામી તારીખ 21 જૂન, વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના ગોધાવી મુકામે આવેલ ઝાયડ્સ સ્કૂલમાં કરવામાં આવનાર છે, જેને અનુલક્ષી અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં થયેલ ચર્ચા મુજબ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં શાળા, કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત જુદી જુદી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો અને સેવાભાવી સંસ્થાઓ યોગના કાર્યક્રમમાં સહભાગી બનશે.

           લોકોના આરોગ્યની જાળવણી માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ જિલ્લાની તમામ કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશનો અને જિલ્લાની જેલોમાં પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ દિવસની ઉજવણીમાં અમદાવાદીઓ મોટી સંખ્યામાં જોડાય તે માટે આવતીકાલ તા. 16 જૂન-2024થી યોગ અવેરનેસ અને પ્રિ- ઇવેન્ટના કાર્યક્રમો પણ યોજાશે.

           આ બેઠકમાં ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર શ્રી વિમલ જોશી સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાર્ગ અને મકાન વિભાગે સ્ટેટ હાઈવેનું ચારમાર્ગીયકરણ ચાલી રહ્યું હોવાને કારણે હરસોલ થી ઉજેડીયા સુધીના સ્ટેટ હાઈવેની અવરજવર બંધ 
Next articleઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઘુડખર અભયારણ્યમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવા આશરે ૫૦ જેટલા જળકુંડ બનાવાયા